Aashcharyajanak Duniya
Aashcharyajanak Duniya by Rahul Bhole | This book presents science that seems boring and complex in an interesting way. Exciting information about science from the back window, exciting and thrilling science fiction, as well as exclusive information that has never been read before. આશ્ચર્યજનક દુનિયા - લેખક : રાહુલ ભોળે યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમો સ્કૂલ-કૉલેજમાં ભણ્યા હશો, પણ આ ધૂની મગજના ન્યુટને એક પ્રયોગ કરવા પોતાની જ આંખમાં સોય ઘોંચી દીધી હતી તે વાત પણ તમને ક્યાંય વાંચવા-જાણવા નહીં મળી હોય. |