Dialogue Avasar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Dialogue Avasar By Dinesh Kanani ડાયલોગ અવસર લેખક દિનેશ કાનાણી મૈનનો મહિમા અને શબ્દનો ઉસ્તવ ભેટ આપવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક બધું ગમે બધાને ગમે એવું બહુ ઓછું બનતું હોય છે, પહેલેથી છેલ્લા પાના સુધી લીટીએ લીટી અને શબ્દે શબ્દ ગમે...વાંચનાર ગમે તે વાય, કક્ષા કે સ્તરના હોય બધાને ગમે...એ તો સુખદ સંયોગ કહેવાય, ક્યાંક જ રચાય, ક્યારેક જ સર્જાય... રાજકોટના કવિ દિનેશ કાનાણીના ‘ડાયલોગ’માં આવો સમન્વય હંમેશા રચાય છે. છેલ્લા ત્રણ વર્ષથી દર ત્રણ મહીને દિનેશભાઈ સેંકડો પુસ્તકો અને મેગેઝિનમાંથી ખાણકામ કરી કાચા હીરાઓ મેળવે, તેને બરાબર તરાશે અને પછી રજુ કરતા રહ્યા છે. દિનેશભાઈનું ‘ડાયલોગ’ એવું તો અનોખુ નીવડ્યું છે કે પૂજ્ય મોરારિબાપુ, શ્રી ગુણવંત શાહ, શ્રી વિનોદ ભટ્ટ, શ્રી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી શીતાંશું યશચંદ્ર, શ્રી અંકિત ત્રિવેદી, શ્રી લાભશંકર પુરોહિત, શ્રી દિનકર જોશી વગેરેએ તેમને પત્ર લખી રાજીપો વ્યકત કર્યો છે. આ મહાનુભાવોની પ્રશંશા પામેલું વાંચન હવે એક જ પુસ્તકમાં સમાવાયું છે, ટૂંકમાં આ પુસ્તક એટલે અત્યાર સુધીના તમામ ‘ડાયલોગ’રૂપી હીરોમાંથી બનાવેલો મુગુટ! |