I The Jury In Gujarati
I The Jury In Gujarati by Divyakant Mehta | Gujarati Jeevan Charitra book.આઈ ધ જ્યુરી ઈન ગુજરાતી - લેખક : દિવ્યકાંત મેહતામારા જીવનનો હું જ નિર્ણાયક પુસ્તક વિમોચનનો સાવ અનોખો, ભવ્ય કાર્યક્રમ ૨૯ એપ્રિલે સાંજે બિરલા ક્રીડા કેન્દ્ર ખાતે સંપન્ન થયો. કોર્ટરૂમની આબેહૂબ મંચસજ્જા તથા સુંદર ડેકોરેશન વચ્ચે મુંબઈની સ્મૉલ કોઝ કોર્ટના રેન્ટ ઍક્ટના નિષ્ણાત વકીલ દિવ્યકાન્ત મહેતાની આત્મકથા 'આઈ, ધ જ્યુરી'નું વિમોચન પ્રતિષ્ઠિત વકીલો, ન્યાયાધીશો તથા મહાનગરની નામાંકિત વ્યક્તિઓની હાજરીમાં મુંબઈ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ રહી ચૂકેલાં સુજાતા મનોહરે કર્યું હતું. પ્રમુખીય વક્તવ્યમાં સુજાતા મનોહરે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં પ્રગટ થયેલાં આ પુસ્તકને બિરદાવતાં જણાવ્યું હતું કે, "દિવ્યકાન્ત મહેતાની જીવનસફર ખૂબ રોચક અને પ્રેરણાદાયી છે. મહુવા જેવા નાના ગામની વ્યક્તિ મુંબઈ મહાનગરમાં સંઘર્ષોનો સામનો કરી સફળતાપૂર્વક કઈ રીતે બહાર આવે છે એની રસપ્રદ વિગતો પુસ્તકમાં છે. બુદ્ધિ અને સખત પરિશ્રમ હોય તો માણસને ભાષા, દેખાવ કે કોઈ ભૌગોલિક અવરોધ નડતા નથી એનો પુરાવો દિવ્યકાન્ત મહેતાનું જીવન છે. કાયદાકીય ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા જુનિયર્સે તો આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ." |