Maharaj
Maharaj by Saurabh Shah કરસનદાસ મૂળજી નામના પત્રકાર અને જદુનાથ મહારાજ નામના ધર્મગુરુ વચ્ચેના જંગની આ કથા છે. ૧૮૬૨માં મુંબઈની સુપ્રીમ કોર્ટમાં લડાયેલા ઐતિહાસિક `મહારાજ લાયબલ કેસ'ની આસપાસ ગૂંથાયેલી આ નૉવેલ વાચકોને પહેલાથી છેલ્લા પ્રકરણ સુધી એક થ્રિલરની જેમ જકડી રાખે છે. "મહારાજ' નવલકથામાં ૧૮૬૦ના મુંબઈમાં રહેતા ગુજરાતીઓ, પારસીઓ અને યુરોપિયનોની વાત છે; હૉલિવુડની ટોચની કોર્ટરૂમ ડ્રામાની ફિલ્મો જેવી નાટયાત્મકતા છે; મની, ધર્મ અને સેક્સના અપવિત્ર ત્રિવેણી સંગમથી રચાતા કિસ્સાઓ છે. `Truth is Stranger than Fiction' એ કહેવત કેવી રીતે પડી હશે? સત્યધટના પર આધારિત `મહારાજ' નવલકથા વાંચશો એટલે એ રહસ્યની ખબર પડી જશે. ગુજરાતી ભાષાના ટોચના લેખક-પત્રકાર સૌરભ શાહની આ નવલકથા ભારતીય સાહિત્ય જગતની એક લૅન્ડમાર્ક કૃતિ છે. |