Specutrn No Khajano
Specutrn No Khajano By Param Desai | Adventures Gujarati short novel about treasures on island. સ્પેકટનનો ખજાનો - લેખક : પરમ દેસાઈ પેસિફિક મહાસાગરમાં આવેલા ‘સ્પેક્ટર્ન' નામના કાલ્પનિક ટાપુ પરના અજ્ઞાત ખજાનાની આસપાસ કથા ઘુમે છે. દક્ષિણ અમેરિકાના પેરુ દેશના સાહસિક એલેક્સ અને એના મિત્રોને એક ધૂની પ્રોફેસરના અવાવરા ઘરમાં રહસ્યમય સંજોગોમાં પ્રોફેસરનો મૃતદેહ મળે છે અને સાથે એલેક્સના મિત્રમંડળનો એક સભ્ય પણ બેહોશીમાં સરી પડ્યો છે ! પ્રોફેસરના ઘરમાંથી તેમને એક ભેદી ડાયરી પણ મળી આવે છે અને છેવટે આ બધી ઘટનાઓનો છેડો અડકે છે સ્પેક્ટર્ન ટાપુ પરના એ અજ્ઞાત ખજાના સાથે કે જે લીમાના લોકોની અમાનત હોવાનું દર્શાવે છે. છ સાહસિકો એક પ્રોફેસર અને એક નેવલ અધિકારી સાથે નીકળી પડે છે એ ખજાનાની શોધમાં.
આ બધા જ પ્રશ્નોના જવાબો મેળવવા તમારે એલેક્સ-ટીમ સાથે આ રોમાંચક સફરે ઊપડવું જ રહ્યું !
|