kalakaro Jemne Haar N Mani
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
kalakaro Jemne Haar N Mani By Viral Vaishnav કલાકરો જેમણે હાર ન માની લેખક વિરલ વૈષ્ણવ જીવન સીધી લીટીમાં નથી ચાલતું. કયારેક કોઇના જીવનમાં એવો પણ સમય આવે કે તે મહત્વની પરીક્ષામાં ફેલ થાય, જેના માટે વરસો મહેનત કરી હોય તે કારકિર્દીમાં મેળ ન પડે કે અચાનક બીમારી કે બીજી કોઈ તકલીફથી કારકિર્દીમાં ઓટ આવે, નોકરી છૂટી જાય, ધંધો જામે નહીં કે જામેલા ધંધામાં દેવાળું ફૂંકાય - કંગાળ થઇ જવાય, જેને દિલથી ચાહ્યા હોય તે બેવફા નીવડે... ટૂંકમાં ‘બારે વહાણ ડૂબી જાય’ ત્યારે શું કરવું? આવી પરિસ્થિતિનો સામનો કરવાના ત્રણ રસ્તા છે. એક, આત્મહત્યા, જે ફક્ત કાયરોનું કામ છે. બીજુ, હરિ ઇચ્છા સમજી કે નસીબને દોષ આપી બેસી રહેવું અને ત્રીજુ, હાર ન માનવી - લડી લેવું અને આખરે દુનિયા જોતી રહે તેવું ‘કમબેક’ કરવું. આ શ્રેણી આ ત્રીજા માર્ગના મુસાફરોની સત્યઘટનાઓની વાત કરે છે. |