Bharat Ni Avkash Gatha
Bharat Ni Avkash Gatha book by Ashok Patel ભારતની અવકાશ ગાથા - લેખક અશોક પટેલ ઈસરો...આ ત્રણ અક્ષર સાંભળતા જ ટેલીવિઝન પર જોયેલા આકાશમાં જતા ઘૂઘવાટા મારતા રોકેટ, મંગળયાન અને ઉપગ્રહ લોન્ચિંગ ક્ષેત્રે ભારતે મેળવેલી સિદ્ધિઓની યાદ આવી જાય. પરંતુ કેટલાને ખબર હશે કે ઇસરોની શરૂઆત ભારતના છેવાડે આવેલા એક ચર્ચમાં થઇ હતી અને અમેરિકામાં ફાઈવસ્ટાર સુવિધા ભોગવતા વૈજ્ઞાનિકો ગરવા ગુજરાતી ડૉ. વિક્રમ સારાભાઈની ટહેલ પર અમેરિકા છોડી ભારતની ધૂળ ફાંકવા આવી ગયા હતા. નિષ્ઠાવાન વૈજ્ઞાનિકોએ સાઈકલ અને બળદગાડાથી શરુ કરેલી ઇસરોની સફરને પહેલા જ પ્રયાસે મંગલ પર પહોચાડીને અવકાશજગતમાં ભારતનું નામ રોશન કર્યું છે, ત્યારે સવાલ એ થાય કે આપણે અમેરિકાની અવકાશ સંસ્થા નાસા વિશે તો ઘણું જાણીએ છીએ પણ ઈસરો વિશે કેટલું જાણીએ છીએ? આ સવાલનો જવાબ એટલે આ પુસ્તક. |