Aaryavartana Rushiyo


Aaryavartana Rushiyo

Rs 700.00


Product Code: 19307
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 264
Binding: soft
ISBN: 9788197001321

Quantity

we ship worldwide including United States

Aaryavartana Rushiyo by Bhandev

આર્યાવર્તના ઋષિઓ - લેખક : ભાણદેવ 

ભારતની મહાન સંસ્કૃતિ નું જતાં કરનારા મહાત્માઓની વાત.

           કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાવર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે.આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ?ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ છે... ગણ્યા ગણાય નહીં તેટલા.
                        
ભારતભૂમિ ઉપર એવા અનેક ઋષિ અવતર્યા છે અને અંતર્ધાન થયા છે, જેમના જીવન કે નામ વિશે આપણે કંઈ જ જાણતા નથી. હિમાલયમાં ત્રણ હજાર ગુફાઓ છે. આ ગુફાઓ ક્યારેય ખાલી નહોતી અને આજે પણ ખાલી નથી. આપણે એવું માનીએ છીએ કે જે ઋષિઓ વિશે આપણે જાણીએ છીએ, તેટલા જ ઋષિઓ હશે, પણ ખરેખર એવું નથી. જે ઋષિઓ વિશે આપણે કંઈક જાણવાનો દાવો કરીએ છીએ, તેમનાં જીવન અને કથનની વિરાટ વાતો તો હજી પણ આપણે જાણતા જ નથી. આ મહાન ઋષિઓ વિશે આપણે અને નવી પેઢી કંઇક જાણીએ-સમજીએ અને જીવનમાં ઉતારીએ તો મન, મગજ અને સ્વભાવને સાચી પ્રેરણા અને સ્થિરતા મળે એવા દિવ્ય ભાવથી આ ગ્રંથ તૈયાર થયો છે. આ મહાન ઋષિઓના જીવન અને દર્શનની થોડી સુગંધ તમારા જીવન સુધી પહોંચે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ.


There have been no reviews