Aasutosh Desai
આશુતોષ ગીતા પ્રોફેશ્નાલી ફાયનાન્સગ ક્ષેત્ર સાથે સંકળાયેલ પરંતુ, નાટ્ય, વકતૃત્વ, વાદ-વિવાદ જેવા અનેક પર્ફોર્મિંગ આર્ટ ક્ષેત્રે બાળપણથી જ ખૂબ રસ રહ્યો છે અને આ ક્ષેત્રોમાં યુનિવર્સિટી લેવલથી લઈને સ્ટેટ અને નેશનલ લેવલ સુધી અનેક સિધ્ધીઓ મેળવી છે. તેમનું લેખન કાર્ય ક્યારે શરૂ થયું તે કહેવું આમ તો મુશ્કેશલ છે. પરંતુ હા, એક લેખક તરીકે તેમની સફર થઈ આજથી ૮ વર્ષ પહેલાં. સૂરતથી જ પ્રકાશિત થતાં ગુજરાત ગાર્ડિયનમાં પહેલીવાર કોલમ લખી અને ત્યાંથી શરૂ થયેલી આશુતોષ ગીતાની સફર આજે તો બીજા ત્રણ ન્યુઝ પેપર, બે મેગેઝિન્સ અને ત્રણ વેબ પોર્ટલ સુધી વિસ્તરી છે. ગુજરાત ગાર્ડિયન માટે તેઓ દર સોમવારે, દર બુધવારે અને શુક્રવારે એમ ત્રણ અઠવાડિક કોલમો લખે છે તો વળી એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિમાં પણ તેમની છેલ્લાં છ વર્ષથી કોલમ આવે છે. અને છેલ્લાં ત્રણ વર્ષથી તે સંદેશ માટે પણ દર સોમવારની પૂર્તિમાં કોલમ લખતા રહ્યા છે. ગુજરાતી પ્રિમીયમ મેગેઝીન કોકટેલ ઝિન્દગી સાથે પણ તેઓ સંકળાયેલા છે અને અવાર-નવાર તેમાં લેખો લખતા રહે છે. જ્યારે રીડગુજરાતી, જલસા કરો જેંતીલાલ અને સ્ટોરી મિરર જેવા માધ્યમો દ્વારા તમે એમને ઓનલાઈન પણ વાંચી જ શકો છો. એટલું જ નહીં આશુતોષ દેસાઈના નામથી તેમના પોતાના બ્લોગ પણ તેઓ લેખો અને તેમની સ્ટોરી અપલોડ કરતા રહેતા હોય છે.