Alpa vasa
અલ્પા વસા, જિંદગીને હળવાશથી લેનારી, સંસ્કૃત ભાષાના ભારેખમ વિષયની શિક્ષિકા. સાયકોલોજી વિષય સાથે સ્નાતક કર્યું અને પછી ૨૦ વર્ષ સુધી પોતાનો મજબૂત માળો ગૂંથવામાં વ્યસ્ત રહ્યા. પછીનાં પંદર વર્ષ પતિ સાથે વ્યવસાયમાં જોડાઈ, કાર્યેષુ મંત્રીનો રોલ પણ બખૂબી નિભાવ્યો. સમાજનું આપેલું, સમાજને પાછું આપવામાં માનનારા એવા એમણે સ્કુલમાં સંસ્કૃત ભાષા શીખવવાનું હોંશભેર શરૂ કર્યું. પોતે પણ વિદ્યાર્થી બની ઉત્સાહથી પોતાનો સંસ્કૃત અભ્યાસ આગળ કરવા લાગ્યાં. ગુજરાતી ભાષા પ્રત્યેનાં પ્રેમે જ તેમને કવિતા, વાર્તા, લેખ, નિબંધ લખતાં સમજતા કરી, આજે અહીં સુધી પહોંચાડ્યા છે. પ્રથમ પુસ્તક કાવ્યાલ્પ અને બીજો વાર્તાસંગ્રહ વાર્તાલ્પ