Antvani


Antvani

Rs 150.00


Product Code: 17243
Author: Akshay Antani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 54
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Antvani by Akshay Antani | Gujarati Comedy book | Gujarati comedy articles & humor book shopping online.

અંતવાણી - લેખક : અક્ષય અંતાણી

About Gujarati writer Akshay Antani:

સચોટ અને સાતત્યપૂર્ણ વૃત્તાંતનિવેદકથી લઈને તંત્રી તરીકેના વ્યાપક ફલક ઉપર મહાનગર-મુંબઈના ગુજરાતી પત્રકારત્વમાં સક્રિય યોગદાન આપી રહેલા અક્ષય અંતાણી નીવડેલા હાસ્યલેખક તરીકે પણ વાચકોમાં જાણીતા છે. જો કે તેમનો જીવ મૂળ તો પત્રકારત્વનો તેમનો જન્મ તા. ૨૨-૩-૧૯૫૮ના રોજ થયો. વતન જામખંભાળિયા, જિ. જામનગર, પણ કાર્યક્ષેત્ર મુંબઈ. તેઓએ બી.એ., બી જી એલ . સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૮૨માં 'જન્મભૂમિ-પ્રવાસી' સાથે પત્રકારત્વનો આરંભ. અહીં ૧૨ વર્ષના કાર્યકાળમાં સબઍડિટર તરીકે શરૂઆત કરીને ચીફ રિપોર્ટરના પદ સુધી પહોંચ્યા. ત્યાર બાદ ૧૯૯૪માં 'મિડ-ડે' (ગુજરાતી)માં પ્રિન્સિપલ કૉરસ્પૉન્ડન્ટ તરીકે જોડાયા બાદ સિટી ઍડિટર બન્યા. ૨૦૦૬થી 'ગુજરાત સમાચાર'ની મુંબઈ-આવૃત્તિમાં કાર્યરત છે. તેમના હાસ્યલેખો પાકિસ્તાનના ‘મિલ્લત' અખબારમાં પણ પ્રગટ થાય છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીથી માંડી શ્રી નરેન્દ્ર મોદી સુધીના બધા જ વડાપ્રધાનોને મળ્યા છે અને તેમનું રિપોર્ટિંગ

કર્યું છે. તેઓ જુદાં-જુદાં અખબારોમાં ૧૫ વર્ષથી હાસ્યની 5) કૉલમો લખી રહ્યા છે. તેમના હાસ્યલેખોનાં પુસ્તકોની શ્રેણી

પ્રગટ થઈ છે, જેમાં હાસ્યની હેલી', 'હાસ્ય સફર', હાસ્યનો હોજ', 'હાસ્યના હસ્તાવેજ', 'હાસ્યનું દર્પણ', 'હાસ્યમ્ શરણમ્ ગચ્છામિ' તથા 'અંત-વાણી', ‘પંચ-વાણી', જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. સાહિત્ય ઉપરાંત સંગીતક્ષેત્રે પણ સંગીતકાર ભાઈઓ અજય-અમીતને સાથ આપે છે. તેમને ૧૯૮૫માં મહારાષ્ટ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ - પત્રકારનું પારિતોષિક તેમ જ ૨૦૦૫માં મહારાષ્ટ્ર રાજ્ય હરયને . ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી 'હાસ્યના હસ્તાવેજ' ને બીજું પારિતોષિક મળ્યું.


There have been no reviews