Bhagwat Gunbhandar
Bhagwat Gunbhandar by Rajendra Dave | Biography book | Pride story of King of Gondal state Maharaja Bhagwatsinh ભાગવત ગુણભંડાર - લેખક : રાજેન્દ્ર દવે ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહજીની ગૌરવગાથા. મહારાજા ભગવતસિંહજી પ્રત્યેક રાષ્ટ્ર અને પ્રત્યેક પ્રજા પાસે કુશળ અને બાહોશ માણસો હોય જ છે. રાજાશાહીમાં નેતૃત્વ વારસાગત આવતું હોવાથી પ્રજાની પસંદગીનો પ્રશ્ન રહેતો નથી. પણ લોકશાહીમાં નેતૃત્વ પ્રજાની પસંદગીથી આવતું હોવાથી, પ્રજા કેળવાયેલી હોવી અત્યંત જરૂરી છે. જ્યારે આ દેશમાં અનેક રજવાડાંઓ દ્વારા રાજવ્યવસ્થા ચાલતી હતી, ત્યારે કેટલાક રાજાઓ સાચી લોકશાહી કરતાં પણ ઉત્તમોત્તમ વ્યવસ્થાથી પ્રજાનું કલ્યાણ કરતા હતા, તેમાં સર્વોચ્ચ સ્થાને કોઈને મૂકવા હોય તો મારી દૃષ્ટિએ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજીને મૂકી શકાય. સૌરાષ્ટ્રના એક તદ્દન નાના ભૂભાગ ઉપર તેમનું રાજ્ય સુવર્ણના આભૂષણમાં હીરાની માફક ચમકતું હતું. |