Bhakt Narsinhnu Adhyatm Darshan
Bhakt Narsinhnu Adhyatm Darshan by Bhandev | Life Story of Narsinh Mehta | Biography of Narsinh Mehtaભક્ત નરસિહનું અધ્યાત્મ દર્શન - લેખક : ભાણદેવનરસિંહ મૂલતઃ કવિ નથી. નરસિંહ નખશિખ ભક્ત છે, કૃષ્ણભક્ત છે. ખાંડનું કારખાનું હોય તેમાં મોલાસિસ પન્ન ઉત્પન્ન થાય; પણ તેથી ખાંડના કારખાનાને મોલાસિસનું કારખાનું ન કહેવાય અને ખાંડનું કારેખાનું ખાંડ માટે બને છે, મોલાસિસ માટે નહિ ! નરસિંહ મહેતાના ખાંડના કારખાનામાં ખાંડ એટલે અધ્યાત્મ અને મોલાસિસ એટલે કાવ્ય નરસિંહના કાવ્ય વિશે ખૂબ લખાયું અર્થાત્ મોલાસિસનું ખેડાણ ખૂબ થયું છે; પરંતુ નરસિંહ મહેતા અધ્યાત્મની અર્થાત્ મુખ્યપેદાશ ખાંડની અવગણના થઈ છે. ચાલો, તો હવે આપણે નરસિંહના અધ્યાત્મનો પણ કાંઈક વિચાર કરીએ – આવા ભાવથી આ ગ્રંથની રચના થઈ છે. ઘણા મિત્રો મને ઠપકાના ભાવથી પૂછે છે તમને અધ્યાત્મ સિવાય કાંઈ દેખાતું નથી ? વનમાં શું એકમાત્ર અધ્યાત્મ જ છે અને બીજું કાંઈ નથી ? હું તેમને અને તમને, સૌને ઉત્તર આપું છું – હશે, ઘણું હશે ! છે. છે, ઘણું છે પરંતુ મને ભગવાન શ્રીકૃષ્ણનું આ વિધાન સ્પર્શી ગયું જ નથી; હૃદયમાં ઊતરી ગયું છે. |