Garbhsanskar Prachin Vigyan Adhunik Shailima by Dr. Devangi Jogal - Gujarati book on pregnancy & baby care ગર્ભસંસ્કાર પ્રાચીન વિજ્ઞાન આધુનિક શૈલીમાં - લેખક : ડો. દેવાંગી જોગલ તમે બાળકને જન્મ આપવા ઈચ્છો છો કે એક ઉત્તમ, તંદુરસ્ત તથા બુદ્ધિશાળી બાળકને જન્મ આપવા ઈચ્છો છો ?
આ વાંચી જુવો આ હકીકતનુ વૈજ્ઞાનિક કારણ છે કે જે કંઈ પણ મા વિચારે/કરે છે, તે સીધું ન્યુરો હોર્મોન્સ દ્વારા બાળક સુધી પહોંચી જાય છે. તેથી હંમેશા યાદ રાખો કે તમારો દરેક વિચાર ગર્ભસ્થ બાળક ફીલ કરતો હોય છે. તમે કહેશો કે શું ખરેખર આવું હોય ! કેમ ના હોય, આ બાબત નો ઇતિહાસ સાક્ષી છે. જેમકે શિવાજી અને માતા જીજાબાઇના નામથી તો સૌ કોઈ પરિચિત છે. ગર્ભમાંથી જ સાત કોઠાનુ યુધ્ધ શીખીને આવેલ સુભદ્રાપુત્ર અભિમન્યુને પણ આપણે જાણીએ છીએ. બાળકના સંપૂર્ણ સ્વસ્થ વિકાસ માટે એક અદ્ભુત મેથડ છે ‘તેના વિશે વિચાર કરવાનું (Visualisation)’. ઘણીવાર લોકો તેને અણદેખુ કરી દે છે, જે બાળકને નુકસાન પણ પહોંચાડી શકે છે.આવો આપણે જાણીએ થોડી વાતો જે ગર્ભાવસ્થામાં વિચારવા યોગ્ય છે. પોતાના બાળકના ભૌતિક અને સારા સચોટ વિકાસ માટે એક ‘મા’એ શું વિચારવું જોઈએ?? ● બાળકનો ગ્રોથ થતા વિચારો.
એ વાતથી ફરક નથી પડતો કે તેનું વજન એક કિલો વધ્યું કે 10 કિલો. ફરક તેનાથી પડે છે કે તમારો ભાવ કેવો છે. તેથી તમે તમારા બાળકને માનસિક અને બૌદ્ધિક રીતે સંપૂર્ણ પ્રગતિ કરતા વિચારો...
● વિચારો કે તમારું સ્વસ્થ બાળક કેવું દેખાશે?
એવું વિચારો કે જ્યારે તમારું બાળક આ દુનિયામાં આવશે તો તે કેવું દેખાશે. શું તે તમારા જેવું હશે? કોના જેવું હશે? તમે તેને કેવું જોવા માંગો છો? તેના વાળ ચામડી વગેરેની કલ્પના કરો.
● વિચારો કે ગર્ભમાં સ્વસ્થ બાળકનો હોવાનો અહેસાસ કેવો છે ?
તમે એમ વિચાર કરી શકો છો કે બાળક ગર્ભમાં ખુશ છે એ તમારી સાથે વાત કરવાની કોશિષ કરી રહ્યું છે તેને આ દુનિયામાં આવતા પહેલાં જ તમને મા બનાવી દીધી છે.
● વિચારો કે તમારા બાળકનો અવાજ કેવો હશે?
એવું વિચારો કે બાળક તમને પહેલી વાર ‘મા’ કહીને બોલાવશે તેનો અહેસાસ કેવો હશે. એ શું બોલશે? કેવુ બોલશે?
● વિચારો કે તેનું નાનું સ્વસ્થ હદય કેવી રીતે કામ કરતું હશે? જેવું બાળક તમારા ગર્ભમાં આવે છે, તમારા ધબકારા તેની સાથે જોડાઈ જાય છે. તમે તે ધબકારા સાંભળવાનો પ્રયાસ કરો. તેને અનુભવવાનો પ્રયાસ કરો. એ અનુભવ કરો કે બાળક પોતાના હૃદયની ઈચ્છા તમારા દ્વારા વ્યક્ત કરશે. એક સ્વસ્થ અને સાફ દિલની વિચારણા કરો.
● એ વિચારો કે તેના હાથ કેવી રીતે ચાલતા હશે? એવી વિચારણા કરો કે દરરોજ તમારા બાળકનું શરીર સુંદર વિકાસ પામે છે. એના નાના નાજુક હાથ કઈ રીતના કામ કરે છે. તે કઈ રીતના તેને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. વિચારો કે તમે તે નાજુક હાથોને તમારા હાથમાં પકડયા છે.
● વિચારો કે તેનો સ્વસ્થ શારીરિક વિકાસ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યો છે. ખરેખર આ એક અદ્ભુત વિકાસ હોય છે. એક તલના દાણાના આકારમાંથી જોતજોતામાં તે એક મનુષ્ય શરીરનું રૂપ ધારણ કરી લેતો હોય છે. ઈશ્વરની આ સર્જન શક્તિનું અભિવાદન કરો.
● એવી વિચારણા કરો કે તે ગર્ભમાં સ્મિત કરી રહ્યું છે. એવું વિચારવું કે તમારું બાળક ખુશ છે અને તે આરામથી સ્મિત કરી રહ્યું છે. ખાસ કરીને જ્યારે તમે તેની સાથે વાત કરો છો.. અમારું સૂચન છે કે દિવસના પાંચ મિનિટ પણ કાઢીને તમે તમારા હૃદયસ્થ જીવ વિશે વિચારો. ખાસ તેમના સારા વિકાસ માટે. યાદ રાખો, તમારા વિચારોની બાળક પર સીધી અસર થતી હોય છે. |