Geeta Ane Aa Zindagi
Geeta Ane Aa Zindagi by Haribhai Kothari | Gujarati book | Adhyatmik book by Haribhai kothari.ગીતા અને અ ઝીંદગી - લેખક : હરિભાઈ કોઠારી સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે ૨જનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે ‘રામાયણ’ અને ‘મહાભારત' સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય ‘રામાયણ' અને ‘મહાભારત' દ્વારા જ થાય છે. ‘રામાયણ’ એક શાંત સરોવર જેવો ગ્રંથ છે. ‘મહાભારત' એક વિરાટ સમુદ્ર છે, આ ‘મહાભારત'ના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે, ગીતા અઢાર અધ્યાયમાં વિભાજિત છે અને એના 70) શ્લોક છે.ગીતાનું જન્મસ્થાન યુદ્ધભૂમિ છે. સામસામે બંને સેનાઓ છે. અર્જુન ૨થમાં છે. કૃષ્ણ એના સાથિ છે, અર્જનનું બીજું નામ પાર્થ છે એટલે કૃષ્ણ પાર્થસારથિ તરીકે ઓળખાય છે. ગીતા માનસશાસ્ત્રના ગ્રંથ તરીકે પણ ઓળખાય છે. એ એક રૂપક છે. કૌરવો અને પાંડવો આપણા મનમાં જ હોય છે. આપણું હૃદય જ યુદ્ધભૂમિ છે. થોડીક આ વિશેની પંક્તિઓ જોઈએ : |