Himalay Ma Uddhavji Ni Krishn Katha

Himalay Ma Uddhavji Ni Krishn Katha by Bhandev | હિમાલય માં ઉદ્ધવજી ની કૃષ્ણ કથા - લેખક : ભાણદેવ | Story of Krishna Leela | Krishna Lila story by Ved Vyas ભગવાન વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની રચના કરી ત્યાર પહેલાં ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલાની કથા કોની પાસે સાંભળી ? આ પૃથ્વી પર એવો કયો માનવી હતી જે ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલા - વૃંદાવનલીલા, મથુરાલીલા, દ્વારિકાલીલા. અને હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થ આદિ લીલાઓ સાંગોપાંગ જાણતો હોય ? એવા તો એક જ પુરુષ છે - મહાભાગ કૃષ્ણસખા ઉદ્ધવજી ! તેથી જ તો ભગવાન શ્રીકૃષણ ઉદ્ધવજીને બદ્રીનાથ મોકલે છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી અને ભગવાન વ્યાસજીની ઇચ્છાથી બદ્રીનાથ ક્ષેત્રમાં વ્યાસજીના આશ્રમમાં ઉદ્ધવજીની કૃષ્ણકથા ગોઠવાઈ છે. વક્તા છે - ઉદ્ધવજી અને શ્રોતાઓ છે - ભગવાન વ્યાસજી અને તે ક્ષેત્રના ઋષિમુનિઓ. ઉદ્ધવજીના મુખે કૃષ્ણકથા સાંગોપાંગ સાંભળીને તદનંતર ભગવાન વ્યાસજી શ્રીમદ્ ભાગવતની રચના કરે છે. બદ્રીનાથમાં કથા ચાલતી હોવાથી આ કથામાં હિમાલયનું વાતાવરણ પણ ઝિલાયું છે. ઉદ્ધવજીની આ પ્રથમ અને વિરલ કથાને અહીં શબ્દદેહ મળ્યો છે અને તદનુસાર આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથમાં કુલ 54 પ્રકરણો છે. |