Joravarsinh Jadavni Shreshth Lok Kathao

Joravarsinh Jadavni Shreshth Lok Kathao by Hasu Yagnik. | Best Gujarati folk tales. | Best Gujarati stories. | Best Gujarati Vartaજોરાવરસિંહ જાધવની શ્રેષ્ઠ લોક કથાઓ - લેખક : હસું યાજ્ઞિક શ્રી જોરાવરસિંહ જાદવ લબ્ધપ્રતિષ્ઠ અને દૃષ્ટિસંપન્ન લોકવિદ્યાવિદ્ છે. આ ક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકકથા એ ત્રણે અંગોમાં છે. તળપદા ગ્રામજીવનની પ્રત્યક્ષ અનુભવ, લોકજીવનની પરંપરાઓ વિશેની પાકી સમજ સાથેની ઊંડી પ્રીતિ, લોકકલા અને તેના કલાકારો માટેની સક્રિયતા, સંસ્કૃતિનો અભ્યાસ, લોકકથાની કથનકલાને આત્મસાત કરીને તેને લેખનમાં ઉતારવાની શક્તિ : આવાં કારણો થકી તેમને લોકવિદ્યાનાં કાર્યોમાં સિદ્ધિ મળી છે. એમના વિવિધ સંગ્રહોમાં ગ્રન્થસ્થ થયેલી અને કેટલીક સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી પરંતુ હજુ સુધી ગ્રન્થસ્થ નહીં થયેલી કથાઓમાંથી - અહીં ૩૦ લોકકથાઓ સંપાદિત કરીને આપી છે. |