Just Imagine
Just Imagine by Meet Danidhariya | AI (Artificial Intelligence) દ્વારા તૈયાર કરાયેલી તસવીરો ધરાવતું ગુજરાતનું પ્રથમ પુસ્તક.જસ્ટ ઇમેજિન - લેખક : મીત દાણીધારીયા.જસ્ટ ઇમેજિન, * જો કલ્પનાઓ હકીકત બને તો? * જો માણસને પાંખો હોય તો? * જો ડાઈનાસોર આજે પણ આપણી વચ્ચે જીવતા હોય તો? * જો ઇન્ટરનેટ ન હોય તો? જો ટાઇમ ટ્રાવેલ કરી શકાય તો? * આ પ્રકારની અનેક કલ્પનાઓ જો હકીકત બને તો શું થાય? ગુજરાતી વાચકોને વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિશે વાંચવું તો ખૂબ જ ગમે છે, પરંતુ વિજ્ઞાનકથાઓ અથવા વિજ્ઞાનના કોઈ સિદ્ધાંત આધારિત કોઈ હાઈપોથેટિકલ (કાલ્પનિક-અનુમાનિત) પરિસ્થિતિની કલ્પના કરીને, જો તે કલ્પના સત્ય હકીકત બને તો શું થાય? તે પ્રકારના રોમાંચિત કરી દે અને માહિતીપ્રદ તથા સરળ શબ્દોમાં અસામાન્ય પરિસ્થિતિનું સામાન્ય વિજ્ઞાન સમજાવી દે તે પ્રકારનું લખાણ વાંચવાની મજા પડશે કે નહીં? – તે જાણવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. ‘જસ્ટ ઇમેજિન’ પુસ્તક દ્વારા હું તમને એક અજાયબ અને રોમાંચિત વિશ્વની સફર કરાવવા ઇચ્છું છું કે જ્યાં તમારી કલ્પનાઓ સત્ય હકીકત બની ગઈ છે. બાહ્ય અવકાશના સૌથી દૂરના સ્થળથી લઈને આપણા પોતાના મનના સૌથી અંદરના ખૂણાઓ સુધીની સફર કલ્પનાઓ દ્વારા રોમાંચ સાથે માણી શકાય છે. આશા છે કે તમને પણ આ કલ્પના વિશ્વમાં વિહાર કરવામાં રોમાંચ અને આનંદ મળશે. |