Lokjivan Ni Kahevat Kathao Part 1 - 2
Lokjivan Ni Kahevat Kathao Part 1 - 2 by Joravarsinh Jadavલોકજીવન ની કહેવત કથાઓ - લેખક : જોરવારસિંહ જાદવકહેવત એટલે પ્રજાનો મધુકોશ અને જ્ઞાનકોશ. એવી કહેવતોમાં પ્રજાનું શાણપણ, ડહાપણ અને ગાંડપણ વ્યક્ત થતું જોવા મળે છે. જગતની બધી ભાષાઓમાં એક યા બીજા પ્રકારે કહેવતનું ખેડાણ થયેલું જોવા મળે છે. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે કહેવતો તો ભૂતકાળની બાબત છે અને તે ‘ડોશીમાઓની વાણી' છે, પરંતુ મારા નમ્ર મત પ્રમાણે કહેવતો એ કોઈ ભૂતકાળની કે ઇતિહાસની બાબત નથી. પરંતુ તેનો સંબંધ મનુષ્યના જિવાતા જીવન સાથે છે. કહેવતોની વિશેષતા એ છે કે તેની લોકજીવન અને બોલી ઉપર ઊંડી અસર પડે છે. દુનિયાની બધી પ્રજા માટે તે હરતીફરતી યુનિવર્સિટી જેવી છે. લોકકલામર્મી, હામી અને સંવર્ધક શ્રી જોરાવરસિંહ જાદવે આ પુસ્તકમાં ત્રેપન કહેવતો અને તેની પાછળ રહેલી કથાઓ આપીને ગુજરાતી સાહિત્યની જ નહીં પરંતુ ભારતીય સાહિત્યની અણમોલ સેવા કરી છે. તેઓ સાચા અર્થમાં લોકસાહિત્યવિદ્ લોકકલારસિક અને પરીખ છે. |