Maru Swapna
Article published in 2006 વિશ્વભરના ડેરી વિકાસના સૌથી વિસ્તૃત કાર્યક્રમ ઓપરેશન ફલડના જનક ડો. વર્ગીસ કુરિયને ભારતને વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતા દેશના સ્થાને પહોંચાડ્યું. ભારતની દૂધ સહકારી ચળવળના તેઓ પહેલા સ્થાપક અને સંચાલક બન્યા. માત્ર સ્વપ્ન જોનાર નહીં, પણ અનેક અડચણો છતાં પોતાનું સ્વપ્ન સાકાર કરનાર વર્ગીસ કુરિયનની શરૂઆતથી કારકિર્દી એક એંજિનિયર તરીકેની હતી અને તેમનો વિચાર ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે આગળ વધવાનો હતો, પરંતુ વિધિએ તેમની જીવનદિશા સાવ જ બદલી નાખી. સંજોગોના પ્રવાહો કુરિયનને દૂધુત્પાદનના ક્ષેત્ર તરફ લઇ ગયા.વળી શરૂઆતથી જ આપબળે આગળ આવવાની અને પોતાની એક આગવી છાપ ઊભી કરવાની તેમની ઇચ્છા હતી એથી તાતા સ્ટીલ જેવી કંપનીમાં પણ ત્યાંના લોકોની નજરે વગ વધતી લાગી કે મજબૂત મેરિટ હોવા છતાં કંપની છોડીને આગળ ભણવા માટે અમેરિકા ગયા. અમેરિકાથી પાછા આવીને આણંદ ગયા અને ધીરે- ધીરે વર્ષો જતાં શ્વેત ક્રાંતિના જનક બન્યા. પુસ્તકની શરૂઆત જાણીતા ઉધ્યોગપતિ રતન તાતાએ લખેલા આમુખથી થાય છે. પુસ્તકનાં પ્રકરણોની શરૂઆત પહેલાં ઉપોદઘાતમાં કુરિયન જાણે પોતાના પૌત્ર સાથે વાત કરે છે અને પુસ્તકનું પ્રયોજન દર્શાવે છે. પુસ્તકનાં 12 પ્રકરણો ˜પ્રારંભનાં વર્ષો થી કરીને 83મા વર્ષે ˜પાછલાં વર્ષો પર એક નજર કરીને વર્ગીસ કુરિયન પોતાના જીવન પ્રસંગો કોઇ મિત્ર પાસે વર્ણવતા હોય એમ વર્ણવે છે. આ પુસ્તકના અંતે પુરેપુરા આશાવાદી સૂર સાથે ડો. કુરિયન વાચકને સ્વપ્ન જોવાનું અને અ સ્વપ્ન પૂરું કરવા માટે કાર્યત થવા માટે પ્રેરે છે. |