Mrutyu Par Vijay Mrutynjay
Mrutyu Par Vijay Mrutynjay By Sirshree મૃત્ય પર વિજય મૃત્યંજય લેખક સરશ્રી નિવાણના ખોજની નવી વાતાં સિધ્ધાર્થ પોતાનો મહેલ છોડીને જવા માટે તૈયાર હતો. જેવો જ તે પોતાની પત્નીના મહેલમાંથી બહાર જવા માટે ફર્યો, ત્યારે જ તેના કાન પર એક બાળકના કોમળ શબ્દો સંભળાયા, ‘કયાં જઈ રહ્યા છો ?” સિધ્ધાર્થ હતપ્રત રહી ગયો! તેણે જોયું કે તેનો પુત્ર રાહુલ, હજુ થોડાં મહીનાનો હતો, તેને આ સવાલ પૂછી રહ્યો હતો. એકાએક રાહુલનો અવાજ સાંભળીને સિધ્ધાર્થનો હોશ ઠેકાણે ન રહ્યો. તે દોડીને પોતાના પુત્ર રાહુલ પાસે પહોંચી ગયો, તેણે આશ્ચર્યભર્યા અવાજે રાહુલને પૂછયું, ‘તું. તું તો હજુ નાનો બાળક છે. તો આટલી નાની ઉંમરમાં તું કેવી રીતે બોલી શકે છે ? નાના બાળકે કલબલાટ કરતાં જવાબ આપ્યો, ‘હું તો આપના માટે બોલી રહ્યો છું.’ 'તે આટલું જલદી બોલતાં કયાંથી અને કેવી રીતે શીખી લીધું ?” સિધ્ધાર્થે આશ્ચર્ય જતાવતાં પૂછયું. ‘ત્યાંથી, જ્યાંથી આપે શીખ્યું, એવી જ રીતે જે રીતે આપ સમજ્યા.’ “પરંતુ આટલી નાની ઉંમરમાં વાત કરી શકવી કેવી રીતે શકય છે ? આ તો મને કોઈ ચમત્કાર જેવું લાગી રહ્યું છે.” રાહુલે થોડી ક્ષણ મૌન રહીને ગંભીર અવાજમાં કહ્યું, ‘હું જાણવા ઈચ્છ છું કે આપ મને આટલી નાની ઉંમરમાં છોડીને ક્યાં અને શા માટે જઈ રહ્યા છો ? શું આપ કોઈ મુંઝવણમાં છો ? શું હું આપની કોઈ મદદ કરી શકું ?તું. તું તો હમણાં-હમણાં આ દુનિયામાં આવ્યો છે, તું મારી મદદ કેમ કરી શકે ? તને તો આ દુનિયાની કોઈ જાણકારી પણ નથી.’ “મને પોતાની સમસ્યા જણાવીને તો જુઓ. કદાચ હું આપની કંઈક મદદ કરી શકું.” સિધ્ધાર્થ માટે રાહુલનું બોલવું કોઈ અલૌકિક ઘટનાથી ઓછું નહોતું. રાહુલ પાસેથી જવાબ સાંભળીને સિધ્ધાર્થના મનમાં, થોડી ક્ષણ માટે અટકેલાં સવાલો ફરીથી શરૂ થઈ ગયા. મૃત્યુ શું હોય છે ? શું મારું પણ મૃત્યુ થશે ? શું આ જીવનમાં મને મોક્ષ મળી શકે છે ?... મૃત્યુનું મહાસત્ય શું છે ?... પૃથ્વી પર આવવાનું લક્ષ્ય, પૃથ્વી-લક્ષ્ય શું છે ?... |