Sansar Ramayan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sansar Ramayan by Swami Sachitanandji આ ગ્રંથમાં રામકથાના સંપુટમાં સંસારના અનેકવિધ પ્રશ્નોની મીમાંસા સંભરેલી છે. ચમત્કારોને ઓગળીને, પરંપરાના રસમય કથાતંતુને અધિકાંશે જાળવીને, કથામાં પ્રસંગ અને પાત્ર પરત્વે આધુનિક અને વિવેકપૂર્ણ મનોભાવને સ્વીકૃત બને ફેરફારોને કરીને, સમાજના ઝીણવટભર્યા નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલા અનુભવને સુરેખતાથી નિરૂપીને, અને માનવસ્વભાવનું પૃથ્થકરણ કરીને આ ગ્રંથ વાર્તાના તૃપ્તીદાયક ઘૂંટ ભરાવતા આપણી જીવનદ્રષ્ટિને ઉન્નત્ગામી બનાવે છે. આ કોઈ દેવી ગ્રંથ નથી, પણ સંસારિક ગ્રંથ છે. આપણા રોજના, ઘરઘરના જીવનના પ્રશ્નોને સ્પર્શ કરવાનો પ્રયત્ન થયો છે. ધાર્મિક દ્રષ્ટિ તથા આદર્શો બંનેનો મેળ કરવાનો પ્રયત્ન થયો છે, તથા મિથ્યા મોટાઈઓ અથવા મિથ્યા ધાર્મિક મૂલ્યોનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. આ બધું રામાયણના પાત્રો સાથે સુસંગત રીતે વણાયેલું હોવાથી તેની લોક્ભોગ્યતા વધુ પ્રભાવશાળી થશે. |