Shital Gadhvi
આઠ કવિ મિત્રોએ મળીને સંકલિત કરેલ છે આ કાવ્યસંગ્રહ. કવિ રવિ દવે “પ્રત્યક્ષ” એકાઉન્ટની ગણતરી સાથે સાથે ગઝલ કે ગીતમાં સંવેદના પ્રગટ કરે છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષક હોવા ઉપરાંત રમતગમત, નાટક અને વિવિધ કલા વિષયક પ્રવૃત્તિઓમાં રસ સાથે અગ્રેસર રહેનાર કવિ હાર્દિક પંડ્યા ગઝલ ક્ષેત્રે પણ મક્કમપણે ડગ ભરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ મેળવી, શિક્ષણક્ષેત્રે અનુભવ સાથે યોગ શિક્ષક તરીકે ફરજ અદા કરતાં આ કવયિત્રી કિરણ જોગીદાસ એમની રચનાઓમાં અનુભૂતિને પ્રગટ કરે છે. બેન્કિંગ વ્યવસાય સાથે જોડાઈને વયનિવૃતિના સમયમાં ગઝલોપાસના કરનાર કવયિત્રી પૂર્ણિમા ભટ્ટ ગઝલ જેવા લપસણા માધ્યમ સાથે પૂરી ગંભીરતા અને નિસબતથી કામ પાડ્યું છે. વસાયે વૈજ્ઞાનિક પણ ઈમાન-પ્રામાણિકતા,ધર્મનુ ચિંતન કરતાં આ કવયિત્રી શબ્દની અભિવ્યક્તિ સાદગીથી કરે છે ડો. જિજ્ઞાસા છાયા ઓઝા. મિકેનિકલ એન્જિનિયર તરીકે વ્યસવસાયે અને માત્ર એકાદ વર્ષથી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત એવા કવિ ગૌતમ પરમાર અલ્પ સમયમાં ગઝલ રચના કળાની સિદ્ધિની દિશામાં છે. કવિ શૈલેષ પંડ્યા વ્યવસાયે અંગ્રેજી શિક્ષક છે પણ ગુજરાતી ભાષામાં એમની ગઝલો એમને ગુજરાતી હોવાનું ગૌરવ અપાવે તેવી છે. બાહ્યાડંબર વિના એમની ગઝલ કહેવાની શૈલી સરળ અને ગહન છે. એક ગૃહિણી પોતાના ઘરકામની જવાબદારીની સાથે સાથે સાહિત્યોપાસના કરે અને કવિતા, ગઝલની સાથે સાથે અત્યારે પ્રચલિત વાર્તાઓના માઈક્રોફિક્શન સ્વરૂપમાં પણ સર્જન કર છે કવયિત્રી શીતલ ગઢવી.