Shreshth Santan Sanskar Sanhita

Shreshth Santan Sanskar Sanhita by Raj Bhaskar. શ્રેષ્ઠ સંતાન સંસ્કાર સંહિતા - લેખક : રાજ ભાસ્કર આ જગતમાં ખરેખર જો કોઈ શ્રેષ્ઠ સુખ આપનારી ક્ષણ હોય તો તે માતૃત્વ અને પિતૃત્વ ધારણ કરવું તે છે. બાળજન્મ પહેલાં માનવી માત્ર સ્ત્રી અને પુરુષ હોય છે. બાળકના જન્મ પછી તેઓ માતા-પિતા બને છે. આ પુસ્તક માતા-પિતા અને સંતાનના સગપણનું સરનામું છે. ગર્ભમાંના શિશુના કલશોરથી લઈને કિશોરવયના બાળકના ઉછેરનો ઉત્સવ એટલે આ પુસ્તક શ્રેષ્ઠ સંતાન સરકાર સંહિતા. આ પુસ્તક આપના સંતાનના સર્જનમાં અત્યંત ઉપયોગી બનશે. જેણે માતા-પિતા બનવું છે અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેવાં સૌએ અચૂક વાંચવા - વંચાવવા જેવાં ઉત્તમ સંતાનપ્રાપ્તિ અને નિમણિ માટેનાં દ્રષ્ટાંતો, પ્રસંગો, માર્ગદર્શન અને ટીપ્સ આ પુસ્તકમાં પ્રસ્તુત છે. |