Vasturaj Vigyan by Shri Rajendra Thakarshi Tank | Gujarati Vastushastra book. વસ્તુરાજ વિજ્ઞાન - લેખક : શ્રી રાજેન્દ્ર ઠાકરશી ટાંક વાસ્તુશાસ્ત્રને સમજવા માટેનો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. જેને મારા સેંકડો વિદ્યાર્થીઓ શિખી ચુક્યા છે. તે માટે આ પુસ્તક અભ્યાસક્રમ છે. તેમના અનુરોધ પછી આ પુસ્તકને આ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
વાસ્તુરાજ વિજ્ઞાન આ પુસ્તકને ગ્રંથોમાંથી સંકલિત કરી વિશેષ ટિપ્પણી સાથે માતૃભાષા ગુજરાતીમાં સચિત્ર પ્રકાશિત કરવા માટે આજથી ૧૨ વર્ષ પહેલા સંકલ્પના થઈ હતી. જેમ જેમ સંશોધન આગળ ચાલ્યું તેમ તેમ પુસ્તકની અપૂર્ણતા મારી સામે આવતી ગઇ. જેને આંશિક પૂર્ણતા આપવામાં પણ ૧૨ વર્ષ જેવો સમય લાગી ગયો તેમ કહેવામાં વાંધો નથી. આ સમયમાં કોઇ મોટા ગ્રંથ પર પી એચ ડી પણ કરી શકાઇ હોત. પૌરાણિક શાસ્ત્રોમાંથી શ્લોકોનું મંથન કરી, અર્ક રૂપે સંશોધિત ભાષામાં લખવું જરૂરી હોય તેમ લાગ્યું. તેથી સંમિશ્રિત ભાષા સાથે વાસ્તુશાસ્ત્ર જેવા ગહન વિષયને સરળ કરી આપ પાઠકોના કરકમળોમાં મુકી રહ્યો છુ.
ભૂમિ, ભુવન, ભુવનાંગ અને ભવન ભૂષા આ ચાર વિભાગોને વિગતવાર શાસ્ત્રોના શ્લોકોના સંદર્ભ સાથે જાણવાથી જિજ્ઞાસુઓનો વાસ્તુ વિષયે આત્મવિશ્વાસ વધારશે. પૌરાણિક વખતમાં લખાયેલા ગ્રંથોમાંના અસંખ્ય શ્લોકોમાંથી માત્ર આજના સમયે ઉપયોગી થાય તેવા જ જરૂરી શ્લોકોનું સંકલન કરી, સંપૂર્ણ વાસ્તુશાસ્ત્રને સમજાવવાનો પ્રયાસ છે. દિશાની ઓળખાણ તથા જ્ઞાન, દિશાસ્વામી, કારકત્વ
ભૂમિના આકાર, ઢાળ, પરિક્ષણ, શુદ્ધિકરણ સાથે ભૂમિગ્રહણ કર્યા પછી નગર રચનાનાપ્રકાર, પદવિન્યાસ,
ભુવનના ખાતમુહર્ત, પ્રકાર, ભવનાકૃતિ, ચુલ્લિજ્ઞાન, સ્થાન, દ્રવ્ય, દોષ,
ભવનાંગ, દોષ, નગરમંદિર અને ગૃહમંદિર ભેદ,
ભુવનભૂષા, ઇંટિરિયર ડિઝાઇનિંગ, ચિત્ર, રંગ, સુશોભન, દ્વારdધ, ભવનવેધ,
વાસ્તુદોષ નિવારણના વિવિધ પ્રકાર, ગૃહપૂજાપ્રવેશ વગેરે વગેરે..
લાંબી.. અનુક્રમણિકા સાથે આ પુસ્તકની શરૂઆત થશે. જે પાઠકોને તેમના ઇચ્છુક જિજ્ઞાસા સુધી સરળતાથી પહોંચવામાં મદદ કરશે. ઇતિહાસ સાથે ભૂગોળ દર્શન કરવાનો દ્રષ્ટિકોણ રાખી વાંચન કરવાથી સરળતા રહેશે. જ્યાં જે જરૂરી લાગ્યા તે પૌરાણિક અને પોતે બનાવેલા દ્રષ્ટાંતો અને કથાઓ તમારો ઉત્સાહ વધારશે. |