Depression - Dar Ni Aagal Jeet Chhe

Depression - Dar Ni Aagal Jeet Chhe by Dr. Rakesh Mehta ડિપ્રેશન માનસકિ બીમારી છે. એ છૂપા ચોરની જેમ વ્યક્તિના દિલ-દિમાગમાં ધૂસી જાય છે અને વિશ્વાસ, આશા તેમજ પૉઝિટિવીટી લૂંટી જાય છે અને પાછળ અવિશ્વાસ, નરિાશા તેમજ નૅગેટિવીટી છોડી જાય છે, જે ક્ષણે ક્ષણે વ્યક્તિના જીવનને ઊધઈની જેમ કોરતી રહે છે. દુનિયામાં એક પણ રોગ એવો નથી કે જેનો ઉપચાર શોધાયો ન હોય. ડિપ્રેશન પણ એમાંથી બાકાત નથી, એ સંપૂર્ણપણે મટી શકે છે. વ્યક્તિને ખબરેય ન પડે એ ક્યારે ડિપ્રેશનમાં આવી જાય છે? કયા કારણે ડિપ્રેશનમાં આવી જાય છે? ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવી શકાય? જેવા અનેક સવાલોનું સમાધાન તમને આ પુસ્તકમાં જોવા અને જાણવા મળશે. આ પુસ્તક ડિપ્રેશનથી બચવા અને ડિપ્રેશનનો ભોગ બનેલાને બચાવવા માટે ઉપકારક મત્રિની ગરજ સારે એટલું મૂલ્યવાન છે. કોઈકના હિતેચ્છુ તરીકે આ પુસ્તક ભેટમાં આપી પરોક્ષપણે પણ પરમાર્થનું કામ કરવાની તક ચૂકવા જેવી નથી. નો ટેન્શન, ઑન્લી ઍટેન્શન! ડરો નહીં, સાવધ રહો. |