Gujarat
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Gujarat By Chandrakant Bakshi ગુજરાત - લેખક ચંદ્રકાંત બક્ષી વિદેશી ગુજરાતીઓ! આ ગુજરાત છે! ગુજરાત પ્રવાસીઓનું સ્વર્ગ છે, કારણકે ભારતના પ્રવાસીઓમાંથી ૭૩.૮૪ ટકા પ્રવાસીઓ ગુજરાતીઓ છે. જગતમાં આઇસલેન્ડ થી મોઝામ્બિક અને ફીજીથી નિકારાગુઆ સુધી ગુજરાતીઓ પથરાયેલા છે અને એ બધાને ગુજરાત જોવું છે. જગતભરના યહુદીઓ ઈઝરાયેલ જોવાની તમન્ના રાખે એવું જ ગુજરાતીઓનું છે. ઘણાએ ગુજરાત જોયુ જ નથી. ઘણા એવું માણે છે કે રાજકોટ ગિરનારની તળેટીમાં છે, સાબરમતી નદી વડોદરામાંથી વહે છે અને દર વર્ષે તાપી નદીના પુરમાં ભરુચ તણાઈ જાય છે. એવું નથી. ગુજરાતના પ્રવાસે આવનારા યાત્રિકોને ગુજરાત વિશે કંઇક આરંભિક માહિતી આપવાનો નમ્ર પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. તાપી નદીના પાણીમાં ભરુચ તણાઈ જવાની વાત ખોટી છે, પણ એકવાર મચ્છુ નદીનો બે નંબરી બંધ ફાટ્યો ત્યારે સાસણગીર માં પાણી ભરાઈ ગયું હતું અને સિંહો, ફેમીલી સાથે પોરબંદર તરફ ચાલ્યા ગયા હતા. ઉનાળો ગુજરાતયાત્રા માટે આદર્શ મૌસમ છે. કેસુડાના ફૂલો ખીલે છે, નગરોમાં માર્ગો પર ભીડ રહેતી નથી. બજારમાં નવા પ્રકારના આઈસ્ક્રીમો આવી જાય છે, મનુષ્યો ઘરોમાં અથવા ઓફિસોમાં સુશાંત અને પ્રસન્ન થઈને પોતપોતાનું કામ કર્યા કરતા હોય છે. આ સીઝનમાં સાબરમતી પારથી ઉડીને આવતી કોલસી સ્વચ્છ હોય છે. કોલસાની બારીક રજકણો હવામાં ઉડે અને ફુવારાથી દસ ફીટ દુર શીકરો હવામાં ઝૂલતી હોય અને કોલસી હવામાં ઝૂલતી રહે છે, અને સરકીટ હાઉસના એનેક્સીથી આ દ્રશ્ય પિકાસોના બ્લ્યુ-પીરીયડ ની રંગની ચંત જેવું નયનરમ્ય લાગે છે. અમદાવાદ ગુજરાતની રાજધાની નથી, પણ એ ગુજરાતનું નાક છે, યકૃત છે, કીડની છે, હથેળી છે, મોટુ આંતરડું છે. અમદાવાદ વિનાનું ગુજરાત આઈસ્ક્રીમ વિનાના, દૂધ વિનાના, ચાસણી વિનાના ફાલુદા જેવું છે. એમાં ફાલુદા છે, તકમરિયા છે, રંગ છે, પણ પેલી ત્રણ આઈટમો નથી. આ ગુજરાત છે: આભલા, અખો અને અમરસિંહ ચૌધરીનું. આ ગુજરાત છે: તોરણ, તીથલ, તરણેતરનું, ગુજરાતમાં તમને લગભગ દરેક શહેરના બાલોધ્યાનમાં નાના છોકરાઓની આંગળીઓ પકડીને ખુશખુશ થઈને બંદર કે બકરી જોઈ રહેલા વડીલો જોવા મળશે. માંડવી દરેક ગામમાં છે. સ્ટેશન રોડ દરેક ગામમાં છે, એન ૧૯૪૮ પછી મહાત્મા ગાંધી રોડ બની ગયો છે. પાસે કસ્તુરબા ગાંધી રોડ હોય છે. જો મહાત્મા ગાંધી રોડ ણ મળે તો કસ્તુરબા ગાંધી રોડ શોધવો, એ મળી જાય તો સમજવું કે બાજુમાં જ મહાત્મા ગાંધી રોડ હોવો જોઈએ. માલવ તળાવ મળશે. હવે અંગ્રેજીનું ધોરણ બહુ ઉપર ગયું છે. અભણ લાગતો ગામડિયો પણ એસ.ટી. અને હાઈવે જ બોલે છે. અમદાવાદ કચ્છના રણનો દરવાજો છે. અમદાવાદ જતી વખતે તમારે તમારા સનગ્લાસીસ સાથે રાખવા જ. કાલુપુર પાસે બે મિનારા છે, જે હાલતા મિનારા કહેવાય છે. |