Hete Hala Gau (Halarada)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Hete Hala Gau (Halarada) By Shraddha Trivedi હેતે હાલા ગાઉં - શ્રદ્ધા ત્રિવેદી 'હાલરડું' એ શબ્દપ્રયોગ કરીએ કે તરત જ બાળકને ઊંઘાડવાના હેતુથી, પારણું કે ઘોડિયું ઝુલાવતી, ગાતી માતાનું ચિત્ર ખડું થઇ જાય છે. અલબત્ત, હાલરડું માત્ર માતા જ નહીં, પણ બહેન, દાદી, માસી, ફોઈ, કોઈ પણ ગાતું હોય. ટૂંકમાં બાળકને ઊંઘાડતી વખતે ગાતી સ્ત્રી - એવું પણ અર્થઘટન કરી શકાય. જનેતા જ હાલરડું ગાય એમ ભલે આપણે માનીએ પણ હકીકતે વાત્સલ્યભર સ્ત્રીહૈયાની લાગણી બાળકને ઊંઘાડવા માટે જે વ્યક્ત થાય છે તે અહીં અભિપ્રેત છે અને વાત્સલ્યનો સંબંધ માત્ર સ્ત્રીહૃદય સાથે જ શા માટે, મનુષ્યમાત્રના હૃદય સાથે - પરનીમાત્રના હૃદય સાથે સાંકળી શકાય. 'હાલરડું' એ માતા અને બાળકના હૃદયસંવાદને વ્યક્ત કરતું લયપ્રધાન રચનાસંવિધાન છે. |