Magaj Na Gumavo Vajan Gumavo
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Magaj Na Gumavo Vajan Gumavo by Rujuta Divekarમગજ ના ગુમાવો વજન ગુમાવો - લેખક : ઋજુતા દીવેકાર* માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA * વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. - આઉટલુક * સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ' સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. - ન્યુ વુમન * ડાયેટ માટેની ગીતા. - પીપલ * ડાયેટની અયોગ્ય પદ્ધતિઓને કારણે ખોટી રીતે ભૂખ્યા રહેવાથી માંદલી લાગતી વ્યક્તિઓનું હૃદય આ પુસ્તકે ઝડપથી જીતી લીધું છે. - ફેમિના આ પુસ્તકે દેશમાં ધૂમ મચાવી દીધી છે. ભારતમાં સ્પોર્ટ્સ સાયન્સની એક્સપર્ટ તથા અગ્રગણ્ય ડાયેટિશયન અને ખાસ તો કરીના કપૂરના અદ્ભુત ફિગર માટે માર્ગદર્શન આપનાર ઋજુતા દિવેકરની કલમે લખાયેલું આ પહેલું પુસ્તક છે. તમારા પ્રિય એવાં સમોસા, પરોઠાં અને ગુલાબજાંબુ ખાવાનું બંધ કર્યા વગર વજન કેવી રીતે ઘટાડી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકમાં અપાયું છે. તેના માટે તમારે માત્ર ખોરાક લેવા વિશેના ચાર સાદા અને સરળ સિદ્ધાંતોને અનુસરવાનું છે. તેમ કર્યા પછી થોડા સમયમાં જ તમારે જે ખાવું હશે તે બધું જ તમે ખાઈ શકશો. તો પણ પેલું વધારાનું વજન તો ઘટતું જ જશે. આ પુસ્તક દ્વારા યોગ્ય સમયે યોગ્ય ખોરાક લઈને જીવનનો આનંદ માણો. આ પુસ્તક દરેક ગુજરાતી માટે પ્રૅક્ટિકલ, અત્યંત ઉપયોગી અને Helpful નીવડશે. |