Manavgita In Gujarati
Manavgita In Gujarati By Ashok Sharma | માનવગીતા લેખક અશોક શર્મા | Gujarati book about real explanation of Bhagvad Gitaભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભારતીયદર્શન જીવનલક્ષી છે. ઉપનિષદોના શાશ્વત તત્ત્વજ્ઞાનના સારરૂપ શ્રીમદ્ભગવદ્ગીતા ભારતીય અધ્યાત્મ-મંદિરનો કીર્તિધ્વજ છે. તેને “સત્યમ્-શિવમ્-સુંદરમ્’ ત્રિગુણ છલોછલ ભરેલ અમૃતકળશ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. એ રીતે ગીતા માનવજીવનને સ્વસ્થ, સુખી અને સાર્થક કરવાની હાથવગી જડીબુટ્ટી છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. જોકે સરતા સમય સાથે માણસની જીવનદૃષ્ટિ બદલાય. સામાજિક ધોરણો અને સભ્યતાના આયામો પણ પરિવર્તન પામે. વૈયક્તિક સફળતા અને પારમાર્થિક સાર્થકતા જેવા બે ધ્રુવો વચાળે સંસારસાગરમાં તરવાની મથામણ કરતા માનવ માટે ગીતાદર્શન દીવાદાંડી સમું સાબિત થશે તે નિ:શંક છે. |