Authors


Jigisha Raj

અંતરના ઝરૂખેથી” એ લેખિકાના અંતરની વાત છે. આપણે દરેક આપણા અંતર સાથે રોજ સંવાદ કરતાં હોઈએ છીએ અને એ સંવાદ થકી આપણને આપણી ઓળખ મળે છે. આપણી જાત સાથેની સીધી વાત એટ્લે આપણે પોતે. “અંતરના ઝરૂખેથી“ના કાવ્યો એમની ઓળખ છે. આંતરમનના સંવેદનો, લાગણીઓ અને સંસ્મરણો – આ બધું જ અહીં ઠલવાયું છે. પ્રકૃતિ સાથેનો સંવાદ, મનના સંચલનો ને કેટલીયે યાદો. આ બધું અહીં હૂબહૂ નીતર્યું છે.

View Products

Jitesh Donga

જીતેશ દોંગા (પિતા: કાળુભાઈ દોંગા. માતા: હંસાબેન દોંગા) નો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૯૧ના રોજ અમરેલી (ગુજરાત)ના નાનકડા ગામ સરંભડામાં ખેડૂત પરિવારમાં થયો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું. દસ ધોરણ પછી રાજકોટમાં સાયન્સ કર્યું, અને ચાંગા (આણંદ) થી પોતાનું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. એન્જિનિયરિંગમાં જ તેણે પોતાની પહેલી નવલકથા વિશ્વમાનવ લખવાની શરુ કરેલી. જે અઢી વર્ષ સુધી લખાતી રહી. એન્જિનિયરિંગ પૂર્ણ કરીને નોકરી સાથે રોજ રાત્રે તેણે વિશ્વમાનવ લખવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે જીતેશની પહેલી નવલકથા વિશ્વમાનવ પ્રકાશિત થઇ. વિશ્વમાનવ થોડા જ સમયમાં લોકચાહના પામ્યા બાદ ૨૦૧૭માં બીજી નવલકથા નોર્થપોલ પ્રકાશિત થઇ, જે ગુજરાતી સાહિત્યમાં નવો જ વમળ પેદા કરવામાં સફળ રહી. ખાસ કરીને યુવાન ગુજરાતી વાચકોને ગુજરાતી નવલકથાઓ વાચતા કરવામાં સફળ રહી. વાચન, લેખન, ખેતી, એકલા પ્રવાસ, સિનેમા, અને મ્યુઝીક જીતેશનું જીવન છે. તે હંમેશા વાર્તાઓ લખીને જ જીવવા માગે છે.

View Products

Jivram Joshi

Jivram Joshi

One of the best childrens books writer Jivram Joshi

View Products

Jyotindra Dave

Jyotindra Dave

જ્યોતીન્દ્ર હરિશંકર દવે (૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦): હાસ્ય નિબંધકાર. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.તેઓ ગુજરાતી હાસ્યસાહિત્યના મૂર્ધન્ય સર્જક છે. સાહિત્ય, કેળવણી, સામાજિક રાજકીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈપણ બાબત લેખકના હાસ્યનું લક્ષ્ય બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ ને બહુશ્રુતતાને કારણે એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકારે હાસ્ય નિષ્પન્ન કરે છે.

View Products