Mati No Mahekto Sad
Mati No Mahekto Sad by Makarand Dave | New Philosophy Book | Gujarati book.માટી નો મહેકતો સાદ - લેખક : મકરંદ દવેખેતી પ્રધાન રાષ્ટ્રની ધૂરા ધરતીના લાલના હાથમાં હોય છે. આ ધરતીનો લાલ બીજો કોઇ નહી પણ મહાભારતનું વિસરાયેલું પાત્ર ‘બલરામ’. પૂરા તળ ધરતીના પુત્ર તરીકે પ્રસ્થાપિત રહ્યા, મહાપ્રરાક્રમી હોવા ઉપરાંત કૃષ્ણ જેવી રાજદ્વારી કૂનેહ કે અલોકિકતાની આભાથી બલરામ વંચિત દેખાયા. કૃષ્ણ સખા એવા બલરામની ઓળખ હળ-મુશળને માત્ર આયુધો તરીકે ધારણ કરનાર, પૃથ્વીને શેષનાગ રૂપે ધારણ કરનાર. પણ તેની વિશેષ છબી મકરન્દ દવે તેમના પુસ્તક ‘માટીનો મહેકતો સાદ (હલધર બળરામની કથા)’માં રજૂ કરે છે. હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં વિનયન વિદ્યા શાખાના પ્રથમ વર્ષમાં ‘માટીનો મહેકતો સાદ’ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ થયાનું ગૌરવ જરૂર થાય. ‘જેમને તલવાર વાવવી હોય તે ભલે ને વાવે, તેમને માટે યુદ્ધની મોસમ અને યુદ્ધનું ક્ષેત્ર કોઇ દિવસ ખાલી નહી પડે’ બલરામ અને રેવતી વચ્ચેના સંવાદો કૃષ્ણની બંસીના સૂરની તાલાવેલીના કથા વાંચવા - આપણા પુરાણોના પાત્રોની જીવંતતા માણવા આજે ‘માટીનો મહેકતો સાદ.. |