Sales Secret
Sales Secret by Frank Bettgar - Gujarati translation of his book "How I raised myself from failure to success in selling" વેચાણકાર્યના એવાં કયાં રહસ્યો છે જેમણે ફ્રેન્ક બેટગરની પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં ખૂબ સફળતા અને પ્રતિષ્ઠા મેળવી આપી. જેથી તેઓ અમેરિકાના સૌથી વધુ આવક ધરાવતા સેલ્સમેન બની શક્યા? આ પ્રશ્નાનો જવાબ તમને આ પુસ્તકમાંથી મળશે. પોતાના અંગત અનુભવો દ્વારા બેટગર એ સિદ્ધાંતો સમજાવે છે જે તેમણે તૈયાર કર્યા અને તેમને યોગ્ય સ્વરૂપ આપ્યું, માહિતીપ્રદ ઘટનાઓ જ નહીં, પણ એક પછી એક સોપાનો પણ તેઓ દર્શાવે છે જેમાં તમે તમારી આગવી શૈલી, ઉત્સાહ અને વિજયી બનવાની અપેક્ષાનો વિકાસ સાધી શકો છો. તમારા વેચાણકાર્યમાં ચીજ ગમે તે હોય, આ સિદ્ધાંતો તમને વધુને વધુ કાર્યકુશળ બનાવશે, લાભ અપાવશે. વળી તમારી કંપનીમાં પણ તમારું મૂલ્ય વધી જશે, ખાસ કરીને જો તમે બેટગરની સલાહો આ વિષયમાં વાપરતા થશો તો : ઉત્સાહની શક્તિ, ડરમાંથી મુક્ત કઈ રીતે થવું, દ્વિધામાં રહેલા ગ્રાહકને ઉત્સાહી ખરીદદારમાં બદલવા માટેનો ચાવીરૂપ સંવાદ, વિશ્વાસ જીતવાની ઝડપી પદ્ધતિ,સોદો પતાવવાનાં સાત સોનેરી અને અક્સીર સૂત્રો. |