Satta Ane Shanpan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Satta Ane Shanpan By H. B Varia સત્તા અને શાણપણ લેખક એચ. બી.વરિયા આપણે ત્યાં સત્તા આગળ શાણપણ નકામું એવી એક કહેવત છે. સત્તામાં શાણપણ ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય સત્તાધીકારીઓને તેમના રોજબરોજના વહીવટી કાર્યોમાં માર્ગદર્શન રૃપ થવાનો, મદદરૃપ થવાનો તથા તેમને પ્રેરણા પૂરી પાડવાનો છે. તેથી જ આ પુસ્તકમાં સત્તાની વિવિધ શાણપણની વાતો રજૂ કરવામાં આવી છે. જે માત્ર સત્તાધીશોને જ નહીં, પરંતુ દરેક વ્યક્તિને વાંચવી ગમે તેવી છે. આપણી કહેવત 'સત્તા આગળ શાણપણ નકામું' એક પ્રકારનો નિરાશાજનક અને નકારાત્મક સૂર વ્યક્ત કરે છે. સત્તા ધરાવનાર પાસે ક્યારેક શાણપણ ન હોય એ બની શકે, પણ જો તેવી વ્યક્તિ પોતે પોતાની એ ખામી પ્રત્યે સભાન હોય તો બીજા પાસેથી શાણપણ પ્રાપ્ત કરી શકે છે. સત્તા હોય અને શાણપણ ન હોય તો કમસે કમ ગાંડપણ તો ન જ હોવું જોઈએ પોતાને શાણી સલાહ આપે તેવા ઠરેલ અને પરિપક્વ સલાહકારો અને અધિકારીઓ પોતાના હાથ નીચે રાખીને, તેમનાં સલાહસૂચનો અને અભિપ્રાયો પ્રમાણે સત્તાધિકારી વર્તે તો પોતાના શાણપણ વિના પણ સરસ રીતે વહીવટ કરી શકે. |