Sex Mari Drastiye
Sex Mari Drastiye by Gunvant Shah આપણા પૂર્વજોએ શાસ્ત્રોમાં, કામને સમજાવવાના પ્રયાસ કર્યા. તેમણે અર્ધનારીશ્વરની કલ્પના કરી શિવલિંગનું પ્રતીક યોજ્યું. કામસૂત્ર રચ્યું. એની અભિવ્યક્તિનાં શિલ્પ કંડાર્યાં. એને દેવનું સ્થાન આપ્યું. પ્રખર ઋષિમુનિઓ પણ કામથી વિચલિત થયાનું આલેખન કરીને એનું આધિપત્ય વ્યક્ત કર્યું. જેમના પૂર્વજોએ સંકોચ વગર, છોછ વગર, આ વિષયની છણાવટ કરી એમના જ વંશજોએ આ વિષય પરત્વે વૈચારિક અસ્પૃશ્યતા વિકસાવીને એને અંધકારમાં ધકેલી દીધો. નીતિનિયમો અને બંધનમાં બાંધી દીધો. માનવીની મહાનતા સ્થાપતિ કરવા બ્રહ્મચર્યનો ઉપયોગ કર્યો. કહેવાતા ધર્મ, ધર્મગુરુઓ, ઉપદેશકો, સંતોએ પ્રજાની આંખે પૂર્વગ્રહોના પાટા બાંધ્યા. તેમણે રચેલા બંધિયાર વાતારણમાં દબાવવામાં આવેલી મનોવૃત્તિઓએ વિકૃતિનું રૂપ ધારણ કર્યું. ધર્મગુરુઓ પણ એનો ભોગ બન્યા. તેમના ભોગવિલાસ નજર સામે આવ્યા, છતાં સેક્સ માનવમનની નિર્મળતા માટે આવશ્યક છે, એ સહજ અને કુદરતી છે અને બ્રહ્મચર્ય કૃત્રિમ છે એવી સમજશક્તિ કેળવી શકાઈ નહીં. આ વિષય સાચી સમજનો પ્રકાશ પામે એવા નિરામય અને પવિત્ર હેતુથી, શાંત છતાં વૈચારિક ક્રાંતિની દિશામાં આ પુસ્તક પ્રથમ કદમ છે. વિષ માનેલા વિષય ઉપર વિદ્રાનો ઉપર વિદ્રાનો દ્વરા વક્તવ્ય |