Sweta Khatri
શ્વેતા ખત્રી ગુજરાતના પહેલા ટેરો કાર્ડ રીડર અને ટેરો ટ્રેનર શ્વેતા ખત્રી નાનપણથી જ મેડીટેશન અને આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે. કંઇક નવું કરવાની ધગશ સતત તેમના મનમાં રહ્યા કરે છે. શ્વેતા છેલ્લા 10 વર્ષથી એટલે કે ૧૬ વર્ષની ઉમરથી જ ટેરો કાર્ડ રિડિંગ કરી રહ્યા છે. સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં તેમનું નામ ટેરો રીડીંગ અને ટેરો ટીચિંગ માટે જાણીતું છે. શ્વેતા પાસેથી ટેરો શીખેલા લોકો અલગ-અલગ શહેરોમાં ટેરો રીડીંગ કરી રહ્યા છે. તેમના ઘણા આર્ટીકલ્સ મેગેઝીન અને ન્યુઝ પેપર માં આવી ચુક્યા છે. ૨૦૧૩ માં તેમનું પ્રથમ પુસ્તક “ટેરો કાર્ડ્સ – અવર પરફેક્ટ ગાઈડ “ નવભારત સાહિત્ય દ્વારા પ્રકાશિત થયું. આ પુસ્તક ની ખાસિયત એ છે કે, આ ટેરો કાર્ડ નું દુનિયામાં પ્રથમ ગુજરાતી પુસ્તક છે, અને તે પુસ્તક હવે અંગ્રેજી માં પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક ટેરો કાર્ડ્સ જાણવાની ઈચ્છા ધરાવનાર દરેક વ્યક્તિ માટે માર્ગદર્શક સમાન છે. ટેરો રીડીંગ ધ્વારા કોઈપણ વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની માહિતી મળી શકે છે. શ્વેતાના અનુભવ પ્રમાણે ટેરો રીડીંગ મા ૧૮ થી ૪૫ વર્ષના લોકો વધુ રસ ધરાવે છે તેમને બિઝનેસ, બાળકોનો અભ્યાસ, નોકરી –ધંધાના , રિલેશનશીપ , કરીઅર ના પ્રશ્નો સામાન્ય પુછાતા પ્રશ્નો છે.