101 Vishwvikhiya Rajnetao
101 Vishwvikhiya Rajnetao by Ajay Upadhyay | Gujarati Book on 101 Introduction to powerful politicians.૧૦૧ વિશ્વવિખ્યાત રાજનેતાઓ - લેખક : અજય ઉપાધ્યાયVishwvikhiyat vyaktitvo shreni વિશ્વને દિશા અને દોરવણી આપનારા ૧૦૧ શક્તિશાળી રાજનેતાઓનો પરિચય 101 વિશ્વવિખ્યાત રાજનેતાઓ'નું આ પુસ્તક આ શ્રેણીના અન્ય પુસ્તકો કરતા અનેક રીતે અનોખું છે. આ શ્રેણીના અન્ય પુસ્તકોના તમામ ચરિત્રો પ્રેરણા પૂરી પાડે તેવાં જ છે, પરંતુ રાજનેતાઓના આ પુસ્તકોના તમામ ચરિત્રો `પ્રેરક ચરિત્રો' કહી શકાય નહીં. આ પુસ્તકમાં મહાત્મા ગાંધી અને અબ્રાહમ લિંકન જેવા સંત સમાન રાજનેતાઓ છે, તો ચંગેઝખાન અને હિટલર જેવા ઇતિહાસના સૌથી વધુ બદનામ અને હત્યારા રાજનેતાઓ પણ સામેલ છે. 101 વિશ્વવિખ્યાત રાજનેતાઓની પ્રમાણિક યાદી બનાવવી હોય તો સારા અને ખરાબ એમ બન્ને પ્રકારના રાજનેતાઓનો સમાવેશ અચૂક કરવો પડે કેમકે ઇતિહાસ એમનાં નિર્ણયોથી જ ઘડાયો છે, અને આજે વિશ્વ જેવું છે એ તેમના કાર્યોનું પરિણામ છે. આ પુસ્તકમાં ફક્ત સત્તા પર રહેલા હોય તેવા નેતાઓ જ નથી, પણ જેમણે ક્યારેય કોઇ દેશની રાજકીય પોસ્ટ ન સંભાળી હોય તેવા `લોકનેતાઓ'નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. તો, પ્રસ્તુત છે એક એવું પુસ્તક કે જેમાં જગતના અત્યાર સુધીના સૌથી વધુ વિખ્યાત અને કુખ્યાત રાજનેતાઓના જીવન અને કાર્યેના માધ્યમે માનવવિકાસનો ઇતિહાસ રજૂ થયો છે..
|