Chanakya Na Nitisutro
Chanakya Na Nitisutro by K K Shastri ચાણક્ય ના નીતિસૂત્રો - લેખક : કે કા. શાસ્ત્રી અનેક લોકો માને છે કે પૈસાથી સુખ મળે છે તો અન્ય કેટલાક માને છે કે પ્રસિદ્ધિ અને સત્તા મેળવવાથી સુખ મળે છે. કેટલાક લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે; પણ જેમની પાસે આ બધું હોય છે તેઓ પણ પાછા પોતાને હજુયે નહી લાધેલા કોઈ સુખની શોધમાં તો હોય છે જ ! તો પછી સાચું સુખ કોને કહેવાય ? સાચું સુખ કયાંથી અને કેવી રીતે મેળવી શકાય ?આવા અનેક સવાલોનો જવાબ આપણે ચાણક્યે બે હજાર વર્ષો પહેલાં રચેલાં એમનાં નીતિસૂત્રો દ્વારા આપેલ છે. એમણે લોકવ્યવહાર ને રાજનીતિનાં પ૭૧ સૂત્રો રજૂ કર્યા છે. આ ગ્રંથમાં એ સૂત્રોની સરળ ગુજરાતી ભાષામાં સમજ તેના મૂળ પાઠ સાથે આપવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથ, એમાંનાં સૂત્રો તથા તેમના સરસ અને સચોટ અનુવાદના કારણે વ્યક્તિ, સમાજ, રાજય અને રાષ્ટ્રનાં વિવિધ અંગોના ઉત્કર્ષમાં પ્રેરક અને પથદર્શક બની રહેશે. |