101 Vishwayapi Super Brands
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
101 Vishwayapi Super Brands by Doctor Sudhir Dixit ૧૦૧ વિશ્વવ્યાપી સુપર બ્રાન્ડ્સ વિશ્વભરની ૧૦૧ જાણીતી સુપર બ્રાન્ડ્સની સફળતા પાછળની રસપ્રદ વાતો અને રોમાંચક હકીકતો: લગભગ દરરોજ તમારી નજરે ચડતી વિશ્વભરમાં જાણીતી આં બ્રાન્ડ્સ કઈ રીતે નાનકડી શરુઆત બાદ તમામ પડકારો ઝીલી પોતાની શાખ બનાવી સફળતાના શિખર પર પહોંચી તેનું રહસ્ય જાણો. ઝીરોમાંથી હીરો બનનારી બ્રાન્ડ્સની સફળતા પાછળના બ્રાન્ડ મેનેજમેન્ટના પાઠ આં પુસ્તકમાં અલગ તારવી વર્ણવવામાં આવ્યા છે જે આપને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપી શકે તેમ છે. શું આપ જાણો છો કે.... કેડબરીના સ્થાપક જોન કેડબરીએ એકપણ ડેરી મિલ્ક ચોકલેટ નહોતી બનાવી ? એ કામ તો એના પુત્ર જ્યોર્જ કેડબરીએ કર્યું હતું ! હોન્ડાએ હવાથી ચાલતી બેટરીવાળી કાર બનાવી છે ? જીન્સના શોધક લીવાઈસ સ્ટ્રોસે ક્યારેય ‘જીન્સ’ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો ? લક્સ શરુઆતમાં કપડા ધોવાનો સાબુ હતો ? ૧૯૪૦ પહેલાં પેપ્સી કંપની બે વાર ફડચામાં ગઈ હતી ? સેમસંગ કંપની શરુઆતમાં ફળ, શાકભાજી અને માછલીની નિકાસ કરતી હતી ? લેખક વિશે : આં પુસ્તકના લેખક ડો. સુધીર દીક્ષિત સેલ્ફ હેલ્પ અને મેનેજમેન્ટના જાણીતા અભ્યાસુ છે અને તેઓએ આ વિષય પર પાંચ પુસ્તકો લખવા ઉપરાંત ડેલ કાર્નેગી, રોન્ડા બ્રાયન (સિક્રેટ), જે કે. રોલિંગ (હેરી પોટર ) સહિતના અનેક ખ્યાતનામ લેખકોના ઇન્ટરનેશનલ બેસ્ટસેલર્સ પુસ્તકોના હિન્દી અનુવાદ કર્યા છે. |