Aa Chhe Siachen
Aa Chhe Siachen By Harshal Pushkarna The first book in Gujarati on Siachen glacier from the writer of popular Safari Magazines Some facts, importance & war faught byIndian army to retain possession of Siachen glacier. આ છે સિઆચેન લેખક હર્ષલ પુષ્કરના જગતનું સૌથી વિષમ યુદ્ધક્ષેત્ર એટલે સિઆચેન. ૬,૦૦૦ મીટરની ઉંચાઈએ બરફના ઊંચા પહાડો વચ્ચે આવેલા આ દુર્ગમ સ્થળે તાપમાનનો પારો -૨૦થી -૫૫ સેલ્શિયસ રહે છે. ચીન અને પાકિસ્તાનની સરહદે આવેલું સિઆચેન લશ્કરી વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. અહીં રહેવું એટલે માત્ર શત્રુથી જ નહી, કુદરતના પ્રકોપથી પણ જાનનું જોખમ છે. અહીં રહીને ભારતીય લશ્કરના જાંબાઝ સૈનિકો જાન મુઠ્ઠીમાં લઈને આપણી સરહદનું રખોપું કરે છે. સિઆચેન અને ત્યાં ફરજ બજાવતા નરબંકાઓની કામગીરી, તેમના જીવનની વિષમતાઓથી વાકેફ કરાવતું અનોખું પુસ્તક. આ પુસ્તક માટે 'સફારી'ના સંપાદક હર્ષલ પુષ્કરણાએ લીધેલી સિઆચેનની મુલાકાત ગુજરાતી પત્રકારત્વની સીમાચિહ્નરૂપ ઘટના છે. મુલાકાતના અનુભવો વર્ણવતું અને સૈનિકોના ઇન્ટરવ્યૂ કરીને લખાયેલું આ પુસ્તક ઠેર ઠેર રંગીન ફોટોગ્રાફ્સ ધરાવે છે અને તે ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્લોસી આર્ટપેપર પર છપાયું છે |