Abhay
Abhay By Suresh Sompura અભય લેખક સુરેશ સોમપુરા અભય (ભૂત-પ્રેત-પિશાચ અને પ્રેતાત્માઓના સત્યનું રહસ્ય) હરેક મનુષ્ય આજે ભયથી પીડાય છે કોઈને ભૂતનો,કોઈને ભગવાનનો,કોઈને શેતાનનો,કોઈને પોતાના કર્મનો અને ધર્મનો ભય છે.સહુ મનુષ્ય અજ્ઞાનથી પીડાય છે અને ભ્રામક જ્ઞાન માનવીને પાશમાં બાંધી પશુ બનાવે છે.ભયભીત માનવી ધર્મના શરણે ભાગે છે અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે.બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી.ભયપ્રેરિત પ્રીત-શિસ્ત-સંયમ-નિયમ-ધર્મનો કશો અર્થ નથી.શુદ્ધ સ્નેહમયતા પ્રાપ્ત કરવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે. લેખકના કહેવા અનુસાર -- પ્રત્યેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારના ભયથી પીડાય છે. દરેકને ભગવાનનો, મૃત્યુનો, પોતાના કર્મનો કે ભૂતનો કલ્પિત ભય છે, જેનાં મૂળમાં અજ્ઞાન રહેલું છે. ભયભીત માનવી ધર્મને શરણે જાય છે, અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે. બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી. ભયપ્રેરીત ધર્મ કે જીવનનો કશો અર્થ નથી. સુખી, સરળ જીવન ભોગવવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે. -- લેખકની આ સત્યઅનુભવકથા અભય બનવા પ્રેરણા આપે છે. |