Aham Brahmasmi
Aham Brahmasmi by Nimitt Oza. | A story reviving the ancient Hindu ideology. | Gujarati Novel book by Nimitt Oza.અહમ બ્રહ્માસ્મિ - લેખક : નિમિત ઓઝા પ્રાચીન હિંદુ વિચારધારાને સજીવન કરતી કથા. આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ એ આ સૃષ્ટિનો ભાગ નથી. ફક્ત સાક્ષી છે. એ ન તો મંદિરમાં છે, ન તો મસ્જિદમાં. ન તો ચર્ચમાં છે, ન તો ગુરુદ્વારામાં. એ કોઈ અજાણ્યા સ્થળ પર બેઠે બેઠે આપણને બધાને નિહાળી રહ્યો છે અને આ જગતનું સંચાલન કરી રહ્યો છે. બીજી એક વિચારધારા એટલે ઈમીનન્સ. જે એવું માને છે કે સૃષ્ટિનું સર્જન કર્યા પછી સર્જનહારે પોતાની જાતને જગતના તમામ જીવોમાં વહેંચી દીધી. એ કોઈ અજાણી કે અદશ્ય જગ્યા પર નથી વસતો. આ, બ્રહ્માંડનો સર્જનહાર એણે કરેલા સર્જનની અંદર જ વસે છે. એણે બનાવેલાં દરેક જીવોમાં વસે છે. |