Krushnayan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Krushnayan by Kajal Oza-Vaidya. | Krishnayan the best seller Gujarati book of Kajal Oza Vaidya.'ગોવિંદનું અપેલું સ્વીકારીને ગોવિંદને જ અર્પણ કરવું, એ જ જીવન છે.'આ એક સુંદર નવલકથા છે. લેખિકાએ કૃષ્ણને ભગવાન તરીકે ન જોતાં, એક વિરાટ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ માનવીય લાગણીઓ સાથે એમને સૂઝેલી એક કૃષ્ણકથા છે. કૃષ્ણના જીવનમાં ત્રણ સ્ત્રીઓનું મહત્વ અને એમના કૃષ્ણ સાથેના આત્મીય સંબંધો વિશેની આ કથા છે. પ્રેમિકા રાધા સાથેનો પ્રયણ એટલો તો સાચો છે કે લગ્ન ને જ માન્યતા આપનાર આ સમાજે રાધાકૃષ્ણની પૂજા કરી છે. દ્રોપદી સાથેના એના સંબંધો આજથી કેટલા હજારો વર્ષ પહેલાં સ્ત્રી-પુરુષની મિત્રતાનો એક ઉદાત્ત નમુનો છે. રુકમણિ સાથેનું તરબોળ દાંપત્ય વિદ્રત્તા અને સમજદારી પર રચાયેલુ સ્નેહ અને એક્બીજા પરત્વેના સન્માનથી ભરપૂર દાંપત્ય છે. કૃષ્ણ જીવનની છેલ્લી પળોમાં જીવનની કેટલીક ઘટનાઓ ફરી એક્વાર જુએ છે, અનુભવે છે, એમને ફરી જીવે છે અને એ અંતિમ પ્રયાણ પહેલાંની છેલ્લી પળોનો એક નાનકડો પડાવ એટલે કૃષણાયન |