Anand Tandav
Anand Tandav by Parakh Bhatt | Where the frontier of science ends, the realm of spirituality begins | Gujarati book about Mahadev Shankar (Lord Shiva).આનંદ તાંડવ - લેખક : પરખ ભટ્ટ સ્વિત્ઝરલૅન્ડના જિનિવામાં સ્થિત વિશ્વના સૌથી મોટા ફિઝિક્સ રિસર્ચ સેન્ટર્સમાંના એક એવા–CERN–ના પ્રવેશદ્વાર પર મૂર્તિમાન નટરાજ એ વાસ્તવિકતા ઉજાગર કરે છે કે, સમસ્ત જગત શિવને હવે ‘વૈજ્ઞાનિક ઈશ્વર’ તરીકે સ્વીકારી રહ્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી શરૂ કરીને નિકોલા ટેસ્લા, સર જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજન્ સહિત ઇતિહાસમાં થઈ ગયેલાં તમામ મહાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યાં વિજ્ઞાનની સરહદનો અંત થાય છે ત્યાંથી અધ્યાત્મક્ષેત્રનો આરંભ થાય છે.‘આનંદતાંડવ’ દેવાધિદેવના એ મહાનત્તમ અને પ્રચંડ ઊર્જા ધરાવતાં નિર્ગુણ-નિરાકાર સ્વરૂપને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો એક પ્રયાસ છે. |