Karmano Siddhant
Karmano Siddhant by Hirabhai Thakkar Teachings of Krishna about Karma. આ 'કર્મનો સિધ્ધાંત' માં માણસ ના જીવન માં ક્રમનું શું મહત્વ છે. તે ખુબ સરળ રીતે સમજાવ્યું છે. કે કર્મના બંધન માનવીને જ નહિ, પરંતુ દેવ-દેવીઓ , સંતો અને મહંતોને પણ નડે છે. અરે! પરમ કૃપાળુ પરમાત્મા પણ કર્મના બંધનમાંથી છૂટી શકતા નથી આ પુસ્તક ઉપર નજર કરતા એમ કહી શકાય કે લેખકે ખુબ જ સુંદર વિવરણ કરી જનસમાજને સાચી દિશા-સૂઝ બતાવી છે. દુનિયામાં દરેક ડીપાર્ટમેન્ટને ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. પોલીસ ખાતા માટે પોલીસ મેન્યુઅલ હોય છે.પી. ડબલ્યુ. ડી. ખાતા માટે તેનું મેન્યુંઅલ હોય છે. ન્યાય માટે ઇન્ડિયન પીનલ કોડ હોય છે.રેલવે ખાતાના પણ કડક કાયદા ઘડેલા હોય છે. તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડોના સંચાલન માટે પણ નીતિનિયમો છે જ જેમ કે સર્ય નિયમિત ઉગે અને આથમે, પૃથ્વી, તારા, નક્ષત્રો નિયમિત ગતિ કરે છે. વરસાદ ચોમાસામાં નિયમિત વરસે , જગતની ઉત્પતિ, સ્થિતિ અને લય વ્યવસ્થિત ચાલે તેને માટેના પણ કાયદો છે અને તે "કર્મ" નો કાયદો છે. કર્મના કાયદામાં ક્યાય દેર પણ નથી અને અંધેર પણ નથી. જરા પણ બાંધછોડ કે લાગવગશાહી નથી, કોઈ અપવાદ નથી, એ કાયદાની ખાસ ખૂબી છે. હવે આ 'કર્મ' ના કાયદાને ઉઘાડી ને વાંચીએ. ને સમજીએ. તેવું પુસ્તક છે. |