Ashwatthama
Ashwatthama By Prerna K. Limdi અશ્વત્થામા લેખક પ્રેરણા કે. લીમડી Story of Ashwatthama in Gujarati | અશ્વત્થામા ઉપર ગુજરાતી ભાષાની એક બેનમૂન નવલકથા મહાભારતની અશ્વત્થામાની કથા જ્યાં પૂરી થાય છે, મહાકાળના એ બિંદુથી પ્રેરણાબહેન પોતાની નવલકથા શરુ કરે છે. કલ્પના ઘણી વિરાટ છે. એ વિરાટ કલ્પના એવોજ વિરાટ પરિશ્રમ પણ માગે છે. પ્રેરણાબહેને માનવઇતિહાસના તબક્કાઓ કાળજીથી પસંદ કરી તેને ચોકસાઇથી અને સર્જનાત્મક રીતે અશ્વત્થામા સાથે વણ્યા છે. આ કૃતિ તેના વાચ્યાર્થથી ઘણી આગળ જતી હોવાથી દરેક વાચક તેમાં અલગ શક્યતાને જોઇ શકશે, તેને વારંવાર વાંચવાનું મન થશે. દરેક વાચન એક નવી શક્યતાનું દ્વાર ખોલી આપશે આ નવલકથા પ્રત્યેક ચિંતનશીલ મનુષ્યને વિચાર કરવા પ્રેરે તેવી બની છે. વિશ્વ સમક્ષનો સનાતન પ્રશ્ન તો એજ છે કે આ મનુષ્ય જાતિનું કલ્યાણ ક્યાં અને શેમાં રહેલું છે. તે પ્રશ્ન એક યક્ષપ્રશ્ન બનીને સપાટી પર આવે છે. પ્રશ્નનો ઉત્તર પણ કૃતિજ સામથર્યપૂર્વક આપે છે. અભિશાપમાંથી વરદાન અને વ્યથામાંથી આનંદપર્યવસાયી બનતી ગુજરાતી ભાષાની એક બેનમૂન નવલકથા. |