Ayodhyano ravan ane lankana Ram

Ayodhyano ravan ane lankana Ram by Dinkar Joshi 'હરિ અનંત હરિ કથા અનંતા' એ ન્યાયે, મચ્છરથી લઈને ગરુડ સુધી સૌ આકાશમાં ઉડે પરંતુ આકાશનો અંત પામી શકાય નહિ. એવું રામકથા નું પણ સત્ય છે.આવા અનંત રામચરિત વિશે આજ સુધી સૌ પોતપોતાનો ભાવ ભાષામાં વ્યક્ત કરતા રહ્યા છે. રામની કથા ચરિત્ર પણ છે અને લીલા પણ છે તેથી એને બને રીતે નિહાળવું રહ્યું. કારણ કે માનવ તરીકે એ ચરિત્ર છે અને બ્રહ્મ તરીકે એની લીલા છે. તેથી પોતાની બારીમાંથી જેને જેવું અને જેટલું આકાશ દેખાયું એવું વર્ણવ્યું છે. હંસના ક્ષીર -નીર ન્યાયે આ દિનકરભાઈ દરેકમાંથી શુભ અને આશુભ તત્વોને તારવતા રહ્યા. પછી એ લંકામાં રહેલું શુભ હોય તો એને પણ આદર અને અયોધ્યામાં રહેલું અશુભ હોય એના તરફ પણ ઈશારો. આવું દર્શન એમને અપને આ પુસ્તક માં કરાવ્યું છે. |