Ek Bija Ne Gamta Rahiye
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ek Bija Ne Gamta Rahiye by Kajal Oza Vaidya સંદેશ'ના પાના ઉપર 'સંબંધોના સમીકરણ' નામે ફોમ્યુલાઝ તમારા સુધી લઈને આવે છે. ગુજરાતી ભાષામાં પ્રેંમ અને પરિણયની છણાવટ કરતો પહેલો મોલિક લેખસંગહ "સુખી" થવાની નાની નાની ફોર્મુલા આપણે જિંદગીને સમજવાનો એટલો બધો પ્રયત્ન કરીએ છીએ કે ધીમે ધીમે જીવવાનું ભૂલી જઈએ છીએ... સંબંધોને ધીમે ધીમે આપણા લોહીના લયમાં ભેળવીને, હૃદયના ધબકારા સાથે મેળવીને, એકબીજા પરત્વે સ્વીકારની લાગણી કેળવીને જીવવામાં આવે તો એમાંથી ઘણું બધું મળે છે. 'મળવા'નો અર્થ અહીં ફાયદો કે ગેરફાયદો નથી જ... સવાલ છે 'સુખ'નો, 'શાંતિ'નો, 'સ્નેહ'નો. દરેકને પોતાના સંબંધમાંથી ફક્ત આટલી જ અપેક્ષા હોય છે. સમજવું એટલું જ પડે છે કે જે અપેક્ષા આપણને છે તે જ સામેવાળી વ્યક્તિને પણ હોઈ શકે. તમે એવું ઇચ્છો કે કોઈ તમારી કાળજી લે, સામેની વ્યક્તિ પણ એ જ ઇચ્છે છે...આ લેખો મારા પોતાના અનુભવમાંથી જન્મેલી એક એવી સમજદારી છે જેને આપણે 'અર્થહીન' કહી શકીએ. હું આ સમજદારી મારા પોતાના સંબંધોમાં કામે લગાડી શકી નથી. પણ હા, મને ચોક્કસ સમજાયું છે કે આટલું કરવાથી ઘણીબધી સમસ્યાઓ ઘટી શકે. આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને 'સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો મારો પ્રયાસ છે. - કાજલ ઓઝા-વૈદ્ય સુખી થવાની નાની નાની ફોર્મ્યુલા |