Be Aakash
Be Aakash by Shobhana Shah | Gujarati Novel book | Promenade with Indo-Japan Thrilling Story | Purchase this Gujarati book online. બે આકાશ - લેખક : શોભના શાહ સૌને ગમે તેવી નવલકથા જાપાનમાં ચિત્રકાર હોકુસાઈના ‘ગ્રેટવેવ' સિરીઝના ચિત્રો ૩૬ જુદા જુદા એંગલથી ફ્યુજી માઉન્ટનનું દર્શન કરાવે છે. સાદાઈ ભરેલા આ ચિત્રોમાં સરળ હદયંગમ સૌંદર્ય છે. એવી જ રીતે બે આકાશ' કથા ઘણાં દૃષ્ટિકોણથી જોઈ શકાય એવી કતિ છે. તેને માત્ર એક વાક્યમાં વર્ણવી શકાય એમ નથી. કથાનાં કયા પાસાંને મહત્ત્વ આપવું અને કયાને ઓછું મહત્ત્વ આપવું તે પણ વિચારી શકાય એમ નથી, તેનું કારણ એ છે કે કથા સહજ અને સરળ રીતે આગળ વધતી જાય છે ત્યારે તે જાપાન અને ભારતની સંસ્કૃતિ અને કલાનો સમન્વય કરે છે. ભારતના એક પરિવારની ઝલક સાથે જાપાનના પરિવારની ઝલક માનવીય સંબંધો અને કલાપૂર્ણ રીતિરિવાજનું એક રોચકકથાની આંગળી પકડીને સત્યદર્શન કરાવે છે. તેથી તમે ફાળવેલા વાંચન માટેના સમયનો સદ્વ્યય થયો છે તેવું જરૂર અનુભવો એવી પુસ્તકની સમૃધ્ધ સભરતા છે. | કથા સાચે જ નવથી નેવું વર્ષના વાંચકો માટે છે. આજ કથાનું એક ક્લાસિક રૂપ ઊભું થઈ શકે, યુવાવર્ગની મનોરંજક કથા પણ બની શકે અને સાવ નાના બાળકો માટે કાર્ટૂનકથાની જેમ પણ તેને આકાર આપી શકાય. કથામાં જાપાનીઝ દીર્ઘકાવ્ય, હાઈકુ, બોનકેઈ, ઇકેબાના, ઓરિગામી તથા જાપાનીઝ લોકોના વાણી, વર્તન, શિષ્ટતા એ બધું એવી નજાકત ધરાવે છે કે તેમાં છલકાતાં આભિજાત્ય તરફ તમે માનની લાગણી ચોક્કસ અનુભવો. જાપાનીઝ વૈજ્ઞાનિકની વર્ષોની વેદના અને ઝુરાપાની લાગણીને ભારતીય માતા પિતાની તેમના ખોવાયેલા બે પુત્રોના વિયોગની વ્યથા સાથે સરખાવી શકાય તેવી સામ્યતા કથામાં અનુભવાય છે. ઘણાં બધાં સંઘર્ષ પછીની એક સુખદ સવાર, દેશ પ્રત્યેની ફરજ, પ્રેમ અને બહાદૂરીના ફળરૂપે ઊગી છે. કથાનો અંત | મહત્વાકાંક્ષી નાયકના તેજસ્વી ભવિષ્ય તરફનું પ્રથમ સોપાન બને છે. નવી પેઢીને વાંચતી કરે તેવી અને સૌને ગમે તેવી આ નવલકથાના પ્રસંગો | વાંચક સમક્ષ દૃશ્ય ઊભું કરી દે તે રીતે આલેખાયા છે. બહેન શોભના શાહને મારા અભિનંદન તથા આશીર્વાદ. - જ્યોતિ ત્રિવેદી |