Chhelu Yuddha
Chhelu Yuddha by Mavji Maheshwari | Gujarat's response to the brutal rule of the British. | Gujarati historical novel based on true war story.છેલ્લું યુદ્ધ - લેખક : માવજી મહેશ્વરીઅંગ્રેજો ની વિકરાળ સત્તાને ખમીરવાંતા ગુજરાતનો જવાબ. ‘સોને કી ચીડિયા' કહેવાતાં ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાના હેતુથી ઈ.સ. 1600માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1611માં કંપનીને ભારતમાં મુઘલ રાજા જહાંગીર દ્વારા પ્રથમ ફેક્ટરી સુરત ખાતે નાંખવાની મંજૂરી આપવામાં આવી. ભારતની ભોળી પ્રજા માટે ગુલામીની. તો આ માત્ર શરૂઆત જ હતી. ચતુર અને ખંધા અંગ્રેજોએ પોતાની કુટિલ નીતિ દ્વારા ભારતને લૂંટવાનું શરૂ કર્યું. ધીમેધીમે વેપારની જગાએ સત્તાનો ખેલ શરૂ થયો અને 146 વર્ષમાં જ ઈ.સ. 1757માં ભારતના મોટા વિસ્તાર ઉપર કંપનીરાજનું શાસન થઈ ગયું હતું. રાજવીઓને સુરક્ષા આપવાના બહાના હેઠળ કંપની દ્વારા વહીવટ પોતાને હસ્તક લેવામાં આવ્યો અને ભારતને ગુલામીની ઝંઝીરોમાં બાંધીને જકડવાનો કારસો સફળ થયો. |